ઝી મીડિયા/બ્યૂરો :ભૂખ્યાને ભોજન આપવા જેટલુ પુણ્ય ક્યાંય મળતુ નથી. ભારતના જાણીતા શેફ સંજીવ કપૂર કોરોના મહામારીમાં મદદ માટે આગળ આવ્યા છે. તેઓ કોરોના વોરિયર્સ માટે એક વિશેષ મદદ લઈને આવ્યા છે. ખાસ વાત એ છે કે, તેઓ ગુજરાતમાં આ મદદ કરવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના જાણીતા શેફ સંજીવ કપૂર (sanjeev kapoor) અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબો માટે મદદ કરવાનું નક્કી કર્યું છે. તેઓ કેટલીક સેવાભાવી સંસ્થાઓની મદદથી આ સેવાકાર્ય કરવાના છે. જેમાં તેઓ અમદાવાદના વોરિયર્સને વિનામૂલ્યે ભોજન આપવાના છે.


આ માટે અમદાવાદમાં તેમણે 12 શેફની નિમણૂંક કરી છે. જેઓ સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઈમ ભોજનની વ્યવસ્થા કરશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદીએ આ અંગે કહ્યું હતું કે બે દિવસ અગાઉ સંજીવ કપૂર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન આપવાની વ્યવસ્થા અંગેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેને હોસ્પિટલ તંત્રએ સ્વીકાર્યો છે. અમે તેમની ભાવનાઓને બિરદાવીએ છીએ.


હોસ્પિટલના તંત્રએ જણાવ્યું કે, હાલ કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓએ મદદ માટે હાથ લંબાવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કોવિડ ટ્રીટમેન્ટ માટે લગભગ 3000 લોકોનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યાં છે.