ધો-5 અને 8ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ના-પાસ કરી શકાશે: કેન્દ્રની મંજૂરી
પ્રાથમિક શિક્ષણ આઇ.ટી.ઇ. એક્ટ હેઠળ હવે ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના પરિણામ અને તેની ગુણવત્તાના આધારે વિદ્યાર્થીને પાસ કે ના-પાસ કરવામાં આવશે. તે અંગેના ભારત સરકારના વિધેયકને આજે રાજ્યસભામાં પણ મંજૂરી આપી દેવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાતમાં ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીની પરીક્ષાના પરિણામ અને તેની ગુણવત્તાના આધાર વિદ્યાર્થીને પાસ કે ના-પાસ કરવામાં આવશે. આ અંગે કેન્દ્ર સરકારના વિધેયકને આજે રાજ્યસભામાં મંજૂરી આપી દેવમાં આવી છે. આ મંજૂરી મળતા આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકનના આધારે પાસ કે ના-પાસ કરશે.
વધુમાં વાંચો: ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લઈને ગોઠવાશે જડબેસલાક પોલીસ બંદોબસ્ત
પ્રાથમિક શિક્ષણ આઇ.ટી.ઇ. એક્ટ હેઠળ હવે ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના પરિણામ અને તેની ગુણવત્તાના આધારે વિદ્યાર્થીને પાસ કે ના-પાસ કરવામાં આવશે. તે અંગેના ભારત સરકારના વિધેયકને આજે રાજ્યસભામાં પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ મંજૂરી મળતા આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકનના આધારે પાસ કે ના-પાસ કરવામાં આવશે.
વધુમાં વાંચો: બોટાદ: 250 વિદ્યાર્થીઓ વચ્ચે શાળામાં એક જ શિક્ષક, વાલીઓએ કરી તાળાબંધી
વર્ષ 2009માં યુ.પી.એ સરકારે આઇ.ટી.ઇ. એક્ટ હેઠળ ધોરણ 1થી 8માં પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને ના-પાસ નહીં કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. ત્યારે વર્ષ 2014માં એન.ડી.એ સરકાર આવતા અગાઉની જોગવાઇના કારણે શિક્ષણની ગુણવત્તા કથળાતી જોવા મળી રહી હતી. જને લઇ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જોગવાઇમાં સુધારો કરવાની વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હતી.
વધુમાં વાંચો: મેહસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો, તુવેર દાળનો જથ્થો સીઝ કર્યા
ગુજરાત સરકારની રજૂઆતને ધ્યાનમાં લઇ કેન્દ્ર સરકારે ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીને પાસ કે ના-પાસ કરાશે તેવો ખરડો સંસદમાં રજૂ કર્યો હતો. જેને સપ્ટેમ્બર-2018માં મંજૂર કરવામાં આવ્યો હતો. આ ખરડાને આજે રાજ્ય સરકાર દ્વારા પણ મંજૂરી આપી દેવમાં આવી છે.