અમદાવાદ: રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આણંદ , પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી માં ભારે વરસાદ જોવા મળી શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત,  ભરુચ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, જામનગરમાં આગામી 24 કલાક ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ ભારે થી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ત્રીજા દિવસે વરસાદનું જોર ધટે તેવી શક્યતા છે. હાલ રાજ્યમાં 50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે હજુ પણ 15 ટકા વરસાદની ઘટ છે.


અમદાવાદ : કુખ્યાત ડોન અબ્દુલ વહાબના પુત્રએ બિલ્ડરને ધમકાવી 1.25 કરોડ માંગ્યા


જુઓ LIVE TV:



અત્યાર સુધીમાં સામાન્ય રીતે ગુજરાતમાં 65 ટકાથી વધુ વરસાદ થતો હોય છે પણ આ વખતે વરસાદ મોડો છે. અને સાથે જ મૌસમનો કુલ વરસાદ 50 ટકાથી વધુ પડ્યો છે. હજી પણ રાજ્યમાં 15 ટકાની ઘટ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26 ટકા ઘટ છે. એટલે રાજ્યમાં વધુ વરસાદ પડે તે લોકો માટે અને ખેડૂતોનો પાક સારો થાય તેમ છે.