મોદી સરકારના આ નિર્ણયથી ગરીબ ખેડૂતોના માથે આવશે મોટો બોજો! જાહેર કરાયો પરિપત્ર
સુગર મિલોએ હવે ઉત્પાદનના 20 ટકા ખાંડ શણના કોથળામાં પેક કરવી પડશે કેન્દ્ર સરકારએ જારી કર્યો પરિપત્ર, ખેડૂતોના માથે આવશે વધુ બોજો. ખેડૂત સમાજ એ કરી એમએસપી વધારવાની માંગ
સંદીપ વસાવા/સુરત: કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ દેશની દરેક સુગર મિલોને ઇ-મેલ દ્વારા એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે અને જેમાં દરેક સુગર મિલોએ પોતાના ખાંડના ઉત્પાદનના 20 ટકા જેટલી ખાંડ ફરજિયાત શણના કોથળામાં પેક કરીને વેચવાની રહેશે. જોકે કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જેનું કારણ છે શણના કોથળાની પડતર કિંમત.
ગુજરાતમા ખોરવાઇ શિયાળાની સિસ્ટમ, શુ છે કારણ? જોઇએ તેવી ઠંડી ન પડતા મોટા ખતરાના સંકેત
હાલ દરેક સુગર મિલો સરકાર દ્વારા નિયત કરાયેલા ધારા ધોરણ મુજબના પ્લાસ્ટિક બેગ ખાંડ પેક કરવા માટે વાપરે છે. જેની 50 કિલો વજનની ખાલી બેગની કિંમત 18 થી 19 રૂપિયા હોઈ છે. જ્યારે શણની 50 કિલો વજનની ખાલી બેગ 60થી 65 રૂપિયા પ્રતિ નંગ જાણવા મળી રહી છે. જેથી એક બેગ દીઠ 40 થી 45 રૂપિયા જેટલો વધારાનો ખર્ચ પ્રતિ 50 કિલો વધવાનો છે અને 100 કિલો એ આ ખર્ચ 80 થી 90 રૂપિયા જેટલો વધી જશે. જેની સીધી અસર ખેડૂતોને ચુકવવામાં આવતા શેરડીના ભાવ પર થવાની છે. જેથી ખેડૂત માંગ કરી રહ્યા છે કે તેમને સરકાર દ્વારા નક્કી કરેલા ખાંડની એમએસપી વધારી સરકાર દ્વારા મદદ કરવામાં આવે.
ડરતા શહેરીજનોને ગુહાર, કંઈક કરો સરકાર! શહેરમાંથી હવે આ ગામડામાં ઘૂસ્યો ડરામણો દીપડો
દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે સુગર મિલો આવેલી છે. આ સુગર મિલો સહકારી ધોરણે ચાલે છે જેમાં ખેડૂતો મિલોને શેરડી આપે છે અને સુગર મિલો શેરડીનું પીલાણ કરી એમથી ખાંડ તેમજ અન્ય બાય પ્રોડક્ટ બનાવી પૈસા ઉભા કરી પોતાનો ખર્ચ કાઢી બાકીના પૈસા ખેડૂતોને ચૂકવી દેતી હોઈ છે.
કોરોનાનો ખતરો ફક્ત શ્વાસ સુધી સિમિત નથી, મહિનાઓ બાદ મગજને પણ પહોંચે છે નુકસાન!
સુરત જિલ્લાની ચલઠાણ સુગર મિલની વાત કરવામાં આવે તો વર્ષે 9 લાખ કવીંટલ ખાંડનું ઉત્પાદન ગત વર્ષે સુગર મિલે કર્યું હતું અને આ વર્ષે પણ એટલું ઉત્પાદન થવાની આશા છે. ત્યારે 9 લાખ કવીંટલના 20 ટકા ગણવામાં આવે તો 1 લાખ અને 80 હજાર બેગ શણના કોથળામાં પેક કરવી પડે અને 100 કિલો ખાંડ પેકીંગ માં જો પ્લાસ્ટિકની બેગ અને શણના કોથળામાં 80 રૂપિયા જેટલો ફરક આવતો હોય તો 1 લાખ અને 80 હજાર બેગ પેક કરવામાં કેટલો મોટો બોજો ખેડૂતોમાં માથે આવી શકે એ અંદાજો લગાવી શકાય ત્યારે સુગર મિલના પ્રમુખ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છે એ પણ જાણીએ.
ધોનીના 'દોસ્તાર' કરી ગયા દાવ, કરોડોનો ચૂનો ચોપડ્યો, નોંધાવ્યો Criminal Case
દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલો મળીને લગભગ 90 લાખ કવીંટલ જેટલું દર વર્ષે ખાંડનું ઉત્પાદન કરે છે અને આ 90 લાખ કવીંટલના 20 ટકા ગણીએ તો 18 લાખ બેગો શણની પેક કરવી પડશે અને એનો આંકડો કરોડોમાં જઈ રહ્યો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે ખાંડની નક્કી કરેલી એમએસપી વધારવા માંગ કરી રહ્યા છે.