ડરતા શહેરીજનોને ગુહાર, કંઈક કરો સરકાર! શહેરમાંથી હવે ગામડામાં ઘૂસ્યો ડરામણો દીપડો, આ વિસ્તારોમાં એન્ટ્રી

રાજકોટના અલગ અલગ વિસ્તારમાં લોકોને ડરાવતો આ દીપડો એક બાદ એક સ્થાન બદલી રહ્યો છે. સ્થળ બદલતા આ દીપડાથી લોકોનો ડર ઘટવાની જગ્યાએ સતત વધતો જ જઈ રહ્યો છે. દીપડાની દહેશતને દૂર કરવા વન વિભાગે પાંચ પાંજરા લગાવ્યા છે. પરંતુ એક પણ પાંજરામાં દીપડો કેદ થઈ રહ્યો નથી

ડરતા શહેરીજનોને ગુહાર, કંઈક કરો સરકાર! શહેરમાંથી હવે ગામડામાં ઘૂસ્યો ડરામણો દીપડો, આ વિસ્તારોમાં એન્ટ્રી

ઝી બ્યુરો/રાજકોટ: છેલ્લા 15થી 20 દિવસથી સૌરાષ્ટ્રના સૌથી મહત્વના શહેર રાજકોટમાં ડરનો માહોલ છે. ડરનું કારણ છે શહેરમાં ફરતો દીપડો. અનેક પ્રયાસો છતાં અલગ અલગ વિસ્તારમાં દેખા દેતો દીપડો પકડાતો નથી. શહેરના અનેક વિસ્તાર ફંફોળી ચુકેલો દીપડો હવે વધુ એક નવા વિસ્તારમાં જોવા મળ્યો છે. હવે કયા વિસ્તારના લોકોએ બહાર નીકળવું છે જોખમી?, ક્યાં દીપડાથી છે ડરનો માહોલ?

રાજકોટના કાલાવડ રોડ, રૈયા વિસ્તાર, રામનગર, મુંજકા, કણકોટ, વગુડળ, કૃષ્ણનગર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કેરાળી બાદ હવે જેતપુર, જસદણ અને ધોરાજી પણ ડરામણા દીપડાની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ છે, શહેરીજનો ડરેલા છે, રાત્રે ઊંઘ નથી આવતી, દિવસે એકલા ફરી શકાતું નથી. કારણ કે દીપડો મારી રહ્યો છે આંટાફેરા. આ એવો દીપડો છે જે એક બાદ એક વિસ્તારને ફંફોળી રહ્યો છે. પરંતુ પકડાતો જ નથી. વન વિભાગ સતર્ક છે, પાંજરા મુક્યા છે પરંતુ પાંજરામાં આવતો જ નથી.

રાજકોટના અલગ અલગ વિસ્તારમાં લોકોને ડરાવતો આ દીપડો એક બાદ એક સ્થાન બદલી રહ્યો છે. સ્થળ બદલતા આ દીપડાથી લોકોનો ડર ઘટવાની જગ્યાએ સતત વધતો જ જઈ રહ્યો છે. દીપડાની દહેશતને દૂર કરવા વન વિભાગે પાંચ પાંજરા લગાવ્યા છે. પરંતુ એક પણ પાંજરામાં દીપડો કેદ થઈ રહ્યો નથી. 

જંગલમાં રહેતો દીપડો શહેરમાં ઘૂસતા શહેરીજનોમાં એટલો ફફડાટ છે કે કોઈ ઘરની બહાર નથી નીકળતું. તો વન વિભાગની સુચનાથી ડર સતત વધતો જઈ રહ્યો છે. વન વિભાગે સુચના આપી છે કે, ખેડૂતો પોતાના માલ-ઢોરને પુરીને રાખે, રાત્રે એકલા બહાર ન નીકળવું, રાતના સમયે વધારે સાવચેત રહેવું, ખેતરમાં ખેડૂતોએ ખુલ્લામાં ન સુવુ, નોનવેજનો કચરો જાહેરમાં ન ફેંકવો.

  • દીપડાનો ડર, વન વિભાગ એલર્ટ
  • ખેડૂતો પોતાના માલ-ઢોરને પુરીને રાખે
  • રાત્રે એકલા બહાર ન નીકળવું
  • રાતના સમયે વધારે સાવચેત રહેવું
  • ખેતરમાં ખેડૂતોએ ખુલ્લામાં ન સુવુ
  • નોનવેજનો કચરો જાહેરમાં ન ફેંકવો

ગુજરાતમાં વધુ એક ભરતી વિવાદમાં! એક જ ઉમેદવારનું નામ બે વાર મેરિટમાં આવતા હોબાળો

રાજકોટ જિલ્લામાં 40થી વધુ દીપડા હોવાનું અનુમાન છે. કયો દીપડો કયા વિસ્તારમાં છે તે જાણી શકાયું નથી. એટલું જ નહીં શહેરમાં એક દીપડો ઘૂસ્યો કે તેનાથી વધારે દીપડા ઘૂસ્યા છે તે પણ ચોક્કસ માહિતી મળી નથી. તેના કારણે હવે તો રાજકોટ શહેર જ નહીં પરંતુ રાજકોટ જિલ્લામાં પણ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોવાનું રહેશે કે સમગ્ર જિલ્લાને આ ડરમાંથી ક્યારે મુક્તિ મળે છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news