Gujarat BJP Sangathan : લોકસભા 2024 ની ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યાં છે. ત્યારે હવે વડોદરા અને ખેડા જિલ્લા ભાજપનું સંગઠન વિખેરાયું છે. ખુદ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વડોદરા અને ખેડાનું સંગઠન વિખેર્યું છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખને પદ પરથી દૂર કરાયા છે. તો ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ બદલવામાં આવ્યા છે. ખેડા દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ બનતા જિલ્લા ભાજપ પ્રમુખ બદલાયા છે. ત્યારે આજે સાંજ સુધી બંને જિલ્લાને નવા પ્રમુખ મળશે. ત્યારે ગણતરીના કલાકોમાં જ બંને જિલ્લામાં નવા પ્રમુખોની જાહેરાત કરાઈ હતી. વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયા અને ખેડા જિલ્લા પ્રમુખ તરીકે અજય બ્રહ્મભટ્ટની નિમણૂંક કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા પ્રમુખનું રાજીનામું
સંગઠનમાં ફેરફારની ચર્ચા વચ્ચે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન કોયલીએ રાજીનામું આપ્યું. તેઓએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને રાજીનામું સોંપ્યું છે. અંગત કારણોસર જવાબદારી સાંભળવા પ્રતિકૂળતા દર્શાવી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. તો અશ્વિન કોટવાલે રાજીનામું ધરી દેતા તેને પ્રદેશ પ્રમુખ દ્વારા સ્વીકારી લેવાયું છે. વડોદરા જિલ્લાના ભાજપના મુખ્ય સંગઠનના વિસર્જન કરવાનો પણ નિર્ણય કરાયો છે.


આ પણ વાંચો : 


ગુજરાતના યુવકની આફ્રિકામાં હત્યા, નીગ્રો લૂંટારુઓએ ધડાધડ છાતીમાં ગોળી વરસાવી


ગુજરાતમાં અહી સ્થપાશે દેશનો પ્રથમ સેમીકંડક્ટર પ્લાન્ટ, 1 લાખ લોકોને રોજગારી મળશે


તો બીજી તરફ, સુરત જિલ્લા અને તાપી જિલ્લાના પ્રમુખ ધારાસભ્ય બન્યા બાદ સંગઠન પ્રમુખ બદલવાની અટકળો વચ્ચેપ પ્રદેશ ભાજપ કારોબારી બેઠક બાદ બંને જિલ્લાના પ્રમુખને લોકસભા ચૂંટણી સુધી કાર્યરત રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રદેશ ભાજપ કારોબારીમાં સંદીપ દેસાઈ અને જયરામ ગામીત લોકસભાની ચૂંટણી સુધી કાર્યરત રહેશે. પરંતુ સંગઠન અને મંડળ પ્રમુખોમાં મોટા બદલાવ કરાશે. 


[[{"fid":"427662","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"bjp_president_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"bjp_president_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"bjp_president_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"bjp_president_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"bjp_president_zee.jpg","title":"bjp_president_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર
ગુજરાતમાં 156 સીટો જીત્યા બાદ ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર કરવાની તજવીજ ચાલી રહી છે. ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા બદલાવ આવી શકે છે. એક સાથે ડઝનબંધ પદો રાખી ગામમાં રૂઆબ રાખતા નેતાઓની પાંખો કાપી લેવાનો નિર્ણય લેવાયો છે. સંગઠન સાથે જોડાયેલાં આ બધાય ધારાસભ્યો પાસેથી રાજીનામુ લઇ લેવાશે. જેથી અન્ય સક્રિય નેતા-કાર્યકરોને સંગઠનમાં સમાવી શકાય. ભાજપ એક વ્યક્તિ એક હોદાનો નિયમ અમલમાં લાવી શકે છે. જેને પગલે ઘણા બધા નેતાઓને સાચવી શકાય. હાલમાં ભાજપ સંગઠન અને સરકાર બંને સ્તરે મજબૂત છે. હાઈકમાન પર નેતાઓને સાચવવાનું પ્રેશર છે. હાલમાં ઓછી જગ્યાઓ વચ્ચે સરકાર અને સંગઠનને અલગ કરી દેવાશે. જેમાં સરકારમાં સમાવેશ થનારને સંગઠનનો લાભ નહીં મળે અને સંગઠનમાં હશે એ સરકારમાં જશે તો પણ રાજીનામું આપી દેવું પડશે. 


આ પણ વાંચો : 


ભાજપના ધારાસભ્ય ભાજપની જ ઊંઘ હરામ કરશે, હાર્દિક પટેલ ફરી આંદોલનના માર્ગે


ભૂપેન્દ્ર પટેલને ક્યાં વિરોધીઓની જરૂર છે, ભાજપના નેતાઓએ સરકારની કરી ઉંઘહરામ