Traffice Police: અમદાવાદીઓ આજે જો તમારી પાસે વાહનના કાગળ, લાયસન્સ કે  હેલમેટ ના હોય કે સાથે લઈને ન નીકળ્યા હોય તો સાવચેત રહેજો નહીં તો વાહન ક્યાં તો પોલીસ સ્ટેશનમાં જશે અથવા મસમોટો દંડ લઈને ઘરે આવશો. આજે પોલીસ એક વિશેષ ડ્રાઈવ ચલાવી રહી છે. જેનો ભોગ ના બનો એની સાવચેતી રાખજો. અમદાવાદ પોલીસે આજે ગુનેગારો સુધી પહોચવા અને આવી  લૂંટના બનાવો અટકે તે માટે સ્પશિયલ ડ્રાઈવ શરુ કરી છે. જેમા નંબર પ્લેટ વગરનું વાહન હશે તો મેમો આપવામાં આવશે અને હેલમેટ નહીં હોય તો પણ દંડ થશે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ભૂજમાં ગરમીનો પારો ચઢ્યો, 71 વર્ષ બાદ ફેબ્રુઆરીમાં નોંધાયું સૌથી વધુ તાપમાન
આ પણ વાંચો: ઉલટી ગંગા: સુરતમાં જમાઇની જાન લઇને સસરા પહોંચ્યા, જેઠ બન્યો કન્યાનો ભાઇ
આ પણ વાંચો: કોણ હતી પૃથ્વી પરની સૌ પ્રથમ દુલ્હન, કેવી રીતે શરૂ થઈ લગ્નની પરંપરા?


રોડ પર ઢગલાબંધ જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં લૂંટારુઓ બેફામ બની લૂંટ, ચેઈન તેમજ મોબાઈલ પર્સ સ્નેચિંગના કરી ભાગી છુટે છે. આ પ્રકારના કેસો વધી રહ્યાં છે. ધૂમ સ્ટાઈલે ભાગી છૂટતા આ લૂંટારાઓને પકડવા માટે પોલીસ આજે વિશેષ ડ્રાઈવ ચલાવી રહી છે. આ માટે લૂંટારાઓ નંબર પ્લેટ વિનાની બાઈકનો ઉપયોગ કરે છે. જેને પગલે તેઓને ટ્રેસ કરવા પોલીસ માટે અઘરું થઈ રહે છે. પોલિસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ માટે સ્પેશિયલ ડ્રાઈવ શરુ કરી છે. 


લાઈસન્સ, ડોક્યુમેન્ટ તેમજ આરસી બુક નહીં હોય તો વાહન જમા કરાશે
પોલીસે અનેકવાર ડ્રાઈવ યોજવા છતાં વાહનચાલકો હજુ પણ આ બાબતે સીરિયસ થયા નથી. જેનો ફાયદો ગુનેહગારો ઉઠાવી રહ્યાં છે. હવે વાહન ચાલક પાસે આરસી બુક, વાહનનાં ડોક્યુમેન્ટ ફરજીયાત છે. આજે પોલીસે એવો નિર્ણય લીધો છે કે વાહનના ડોક્યુમેન્ટ નહી હોય તો તેમને જવા દેવામાં આવશે અને નંબર પ્લેટ નહી હોય તો વાહન જમા કરવામાં આવશે. આ સાથે લાઈસન્સ, ડોક્યુમેન્ટ તેમજ આરસી બુક નહીં હોય તો વાહનને જમા લઇને તેને મેમો આપવામાં આવશે.


આ પણ વાંચો: શું તમે પણ સપનામાં માણ્યું છે તમારા ક્રશ સાથે સેક્સ, તો આ જરૂરથી વાંચજો
આ પણ વાંચો: અમરફળ છે કે પોષકતત્વો અને વિટામીનોનો ખજાનો, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: નાકમાં આંગળી નાખવાની આદત હોય તો સુધારી દેજો, રિસર્ચમાં થયા ચોંકાવનારા ખુલાસા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube