ગરમીએ તોડ્યો 71 વર્ષ જુનો રેકોર્ડ: અંબાલાલની આગાહી, ભુક્કા કાઢી નાખશે ઉનાળો

Bhuj Temperature: તમને જણાવી દઇએ કે ભૂજ માટે 1952થી જ તાપમાન રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. આઇએમડી અમદાવાદ હવામાન વિભાગ કેન્દ્રના એક વૈજ્ઞાનિકે કહ્યું કે આ પહેલાં 19 ફેબ્રુઆરી 2017 ના રોજ સૌથી વધુ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.  

ગરમીએ તોડ્યો 71 વર્ષ જુનો રેકોર્ડ: અંબાલાલની આગાહી, ભુક્કા કાઢી નાખશે ઉનાળો

Bhuj Weather Forecast: ભારતીય હવામાન વિભાગ (IMD)એ શુક્રવારે કહ્યું કે ગુજરાત (Gujarat) ના કચ્છ (Kutch) જિલ્લાના ભૂજ (Bhuj) શહેરમાં 71  વર્ષમાં ફેબ્રુઆરીના મહિનામાં સૌથી વધુ તાપમાન 40.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આઇએમડીના ભૂજ સ્ટેશને 16 ફેબ્રુઆરીના રોજ આ મહિનાનું સૌથી ઉચું તાપમાન નોંધાયું છે. તમને જણાવી દઇએ કે ભૂજ માટે 1952થી જ તાપમાન રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. આઇએમડી અમદાવાદ હવામાન વિભાગ કેન્દ્રના એક વૈજ્ઞાનિકે કહ્યું કે આ પહેલાં 19 ફેબ્રુઆરી 2017 ના રોજ સૌથી વધુ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.  

શું છે તાપમાન વધવાનું કારણ, IMD એ જણાવ્યું
આઇએમડીના પુર્વાનુમાનના અનુસાર આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રોના કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન 38-40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરી મહિનામાં આપણે ઠંડીમાંથી ગરમીમાં પ્રવેશ કરીએ છીએ, જેના લીધે લધુત્તમ અને મહત્તમ તાપમાન નોંધાય છે. તો બીજી તરફ તાપમાનમાં વધારાના કારણો વિશે તેમણે કહ્યું કે આ વખતે આકાશ સ્વચ્છ છે અને ઉત્તર પૂર્વી હવા અને તટીય વિસ્તારોમાં પવન ફૂંકાવવામાં મોડું થઇ રહ્યું છે. 

હવામાન કેવું રહેશે
તેમણે કહ્યું કે હીટ વેવની કોઈ ચેતવણી નથી પરંતુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ઉંચુ રહેશે. IMDએ જણાવ્યું કે અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને શનિવારે સવાર સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન 16 અને 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

મોટાભાગના રાજ્યોમાં વધવા લાગી ગરમી 
દેશના મોટાભાગના રાજ્યોમાં હવે ઠંડીની વિદાય શરૂ થઈ ગઈ છે. ગોવા, મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી જેવા રાજ્યોમાં દિવસ દરમિયાન ખૂબ જ ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થશે.

હવામાન કેવું રહેશે
તેમણે કહ્યું કે હીટ વેવની કોઈ ચેતવણી નથી પરંતુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ઉંચુ રહેશે. IMDએ જણાવ્યું કે અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને શનિવારે સવાર સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન 16 અને 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

મોટાભાગના રાજ્યોમાં વધવા લાગી ગરમી 
દેશના મોટાભાગના રાજ્યોમાં હવે ઠંડીની વિદાય શરૂ થઈ ગઈ છે. ગોવા, મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી જેવા રાજ્યોમાં દિવસ દરમિયાન ખૂબ જ ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ઉનાળા માટે એપ્રિલ સુધી રાહ જોવાની જરૂર નહિ પડે, ફેબ્રુઆરીમાં જ કાળઝાળ તડકાનો અનુભવ થઈ જશે. હવામાન વિભાગે આગાહી કરીને જણાવી દીધું કે, આ વર્ષે ગરમીનો પારો પાછલા વર્ષોનો રેકોર્ડ તોડશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા તાપમાનમાં વધારો થયો છે. ત્યારે આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા જોવામાં આવી રહી છે. મોટા ભાગના શહેરમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડીગ્રી આસપાસ રહેશે. ભુજનું મહત્તમ તાપમાન 40.3 ડીગ્રી પહોચ્યું છે. છેલ્લા 50 વર્ષના ફેબ્રુઆરી મહીનાં મહત્તમ તાપમાન રેકોર્ડ તુડ્યો છે. ભુજમાં મહત્તમ તાપમાને રેકોર્ડ તોડ્યો છે.

હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમી આગાહી કરી છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હોવાથી આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી આસપાસ રહેશે. ભુજમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી પર પહોંચ્યું છે. જેની સાથે ભૂજમાં છેલ્લા 50 વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન રેકોર્ડ તૂટ્યો છે. હવે ગુજરાતમાં ગરમી વધે તેવી શક્યતાઓ છે. 

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. એટલે કે વહેલી સવારે અને રાત્રે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થશે. અને દિવસ દરમ્યાન ચામડી દઝાડે તેવી ગરમી સહન કરવી પડશે. હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. જો કે આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી અને માર્ચની શરૂઆતથી આકરા ઉનાળાનો થશે પ્રારંભ થઈ જશે. આ ઉપરાંત હજુ થોડા સમય માટે બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. પરંતુ આ સાથે રોગચાળાનો ભય પણ વધી શકે છે.

3-4 માર્ચથી ગરમીમાં વધારો થશેઃ અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં જે ઠંડી પડશે તે આકરી હશે. આ સાથે રાજ્યમાં આગામી 20મી ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે. આ ઉપરાંત 3-4 માર્ચથી ગરમીમાં વધારો થશે. તેમણે જણાવ્યું કે, 26 એપ્રિલે 45 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાશે. 26 એપ્રિલ પછી સમુદ્રમાં હલચલ શરૂ થશે. 10 અને 11 મેના રોજ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું આવશે}

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news