કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડસની વેક્સીનના ઉત્પાદનની કરી સમીક્ષા
- મનસુખ માંડવીયાએ આજે ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી. જ્યાં ઝાયડસ (zydus cadila) દ્વારા તૈયાર થઈ રહેલી ઝાયકોવ-ડી વેક્સિન મામલે તમામ જાણકારી મેળવી
અતુલ તિવારી/અમદાવાદ :કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા (mansukh mandaviya) એ આજે અમદાવાદમાં ઝાયડસ કંપનીના બાયોટેક પાર્કની મુલાકાત કરી છે. તેમણે કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી ઝાયકોવ ડી (Zycov-D)નની કામગીરીનુ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતમાં તેમણે કહ્યું કે, ડિસેમ્બર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા 18 થી મોટી વયના તમામ નાગરિકોને વેક્સીનેશન આપી દેવાનું આયોજન છે. તેથી આજે મેં બાયોટેક પાર્કમાં વેક્સીનની કામગીરીની સમીક્ષા કરી હતી.
મેન્યુફેક્ચરિંગ કેપેસિટી, ઉત્પાદન અંગે સમીક્ષા કરી
કેન્દ્રીય શિપિંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ વિભાગના મંત્રી મનસુખ માંડવીયાએ આજે ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી. જ્યાં ઝાયડસ (zydus cadila) દ્વારા તૈયાર થઈ રહેલી ઝાયકોવ-ડી વેક્સિન મામલે તમામ જાણકારી મેળવી છે. આ મુલાકાતમાં તેમણે કહ્યું કે, ઝાયડસની રસી પહેલી ડીએનએ બેઝ રસી છે. ઝાયડસે કોરોનાની રસી ઝાયકોવ - ડી માટે DGCI પાસે ઇમરજન્સી યુઝ માટે મંજૂરી માંગી છે. 12 વર્ષથી વધુ વયના તમામ લોકો માટે આ રસી ઉપયોગી બનશે. ઝાયડસની રસીને મંજુરી મળ્યા બાદ ઝાયકોવ-ડી દેશની ત્રીજી આત્મનિર્ભર વેક્સીન બનશે. મેં આજે તેની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી, ઉત્પાદન અંગે સમીક્ષા કરી છે. જો આ વેક્સીનને મંજૂરી મળશે તો ભારત આ પ્રકારની રસી લાવનાર પહેલો દેશ બનશે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઝાયડ્સ બાયોટેક પાર્ક બાદ બપોરે હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડની પણ મુલાકાત લેશે. હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડના ભારત બાયોટેક સાથે MOU થયા છે. ઝાયડ્સ અને હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડ બંને ફાર્મા કંપનીઓ સાથે ઉત્પાદન વધારવા અંગે ચર્ચા કરશે.