જાવેદ સૈયદ/અમદાવાદ: જયંતિ ભાનુશાળીની હત્યામાં સમગ્ર ઘટનાને અંજામ આપનારા બંને શાર્પશુટરોની સાપુતારાથી તપાસ એજન્સીઓની ટીમ દ્વારા ધરપક કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓએ કબૂલાત કરી લીધી છે કે જયંતી ભાનુશાળીની હત્યા કરવાની સોપારી છબીલદાસ પટેલે આપી હતી. 30 લાખમાં છબીલ પટેલે સોપારી આપી હોવાનું આરોપીઓએ કેફિયત પોલીસ સમક્ષ વર્ણવી છે. ઉલ્લેખનીય છે બંને શાર્પ શુટરો મૂળ મહારાષ્ટ્રના છે. શાર્પ શૂટર શશીકાંત દાદા કાંબલે ઉર્ફે બીટીયા દાદા અને અશરફ અનવર શેખને છબીલ પટેલે હત્યાની સોપારી રૂપિયા 30 લાખ આપી હતી તેવું હાલની તપાસ સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવાના કિસ્સામાં અત્યાર સુધી તપાસ એજન્સીએ 04 આરોપીઓની ધરપક કરી લીધી છે. જેમાં બંને શાર્પ શુટરો મહારાષ્ટ્રના પુના નજીકના રહે છે. જેમાંથી શશીકાંત ઉર્ફે બીટીયા દાદા વિરુદ્ધ મહારાષ્ટ્રના યરવડામાં તમામ ગંભીર પ્રકારના 15 જેટલા ગુનાને અંજામ આપી ચુક્યો છે. ત્યારે આ હત્યાને અંજામ આપવા પાછળ 03 જેટલા વ્યક્તિઓ અંજમ આપ્યો હતો. પોલીસ ચોપડે 02 થી 03 જેટલા આરોપીઓ હોવાની વાત સામે આવી રહી છે. મહત્વનું છે કે, શશીકાંત વિરુદ્દ અસંખ્ય ગુનાઓ પુનામાં નોંધાયેલા છે. પુનાના એક શોપિંગ મોલમાં ઘટનાને અંજામ આપતા છબીલ પટેલ અને શાર્પ શુટરો વચ્ચે મિટિંગ થઇ હતી અને બાદમાં છબીલ પટેલે રૂપિયા 05 લાખ એડવાન્સમાં આપ્યા હતા.


જયંતી ભાનુશાળી હત્યા કેસને લગભગ એક મહિના કરતા વધુ સમય વીતી ગયો છે. ત્યારે સીઆઇડી ક્રાઇમે અત્યારસુધીમાં 02 શાર્પ શુટરો સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બન્ને શાર્પ શુટરોની સાપુતારાથી ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ તપાસ એજન્સીઓ હજીએ જાણવામાં અસમર્થ રહી છે, કે આ હત્યા પાછળનું કારણ શું છે? કારણ કે ભાજપના પૂર્વ ધારાસભ્ય એવા જયંતી ભાનુશાળી પાસે ભાજપના ઘણા એવા દિગજ્જ નેતાઓની સેક્સ સીડીઓ હોવાનો આક્ષેપ મૃતક જ્યંતી ભાનુશાળી પર હોવાની વાતો રાજકારણમાં ફરતી હતી.


ગુજરાતમાં હાઇ એલર્ટ: રાજ્યમાં થઇ શકે છે ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો


જયંતિભાનુશાળી પર ટ્રેનના કોચમાં ફાયરિંગ કરી હત્યા નિપજાવી દેવામાં આવી હતી. જેના બાદ ભાજપની છબી પણ મહદંશે ખરડાઈ હતી કારણ કે, જ્યંતી ભણુશાળી ભાજપના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છે. જેના લીધી આ કેસમાં તાત્કાલિક ધોરણે સીટની રચના કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ સમગ્ર તપાસ સીઆઇડી ક્રાઇમના ડીજીપી દ્વારા કરવામાં આવી રહી હતી. બનાવના એક મહિના સુધી ચાર આરોપીઓ પોલીસના હાથે લાગ્ય છે. ત્યારે આ સમગ્ર તરકટ જેના લીધે રચાયું અને જેનું નામ ફરિયાદમાં છે. તેવી મનીષા ગોસ્વામી અને માસ્ટર માઈન્ડ અને મુખ્ય આરોપી એવા છબીલ પટેલ હાલ પોલીસ ગિરફ્ત માંથી બહાર છે.


લોકસભા ચૂંટણી 2019: લોકસભાની ટીકીટને લઇને બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં ઘમાસાણ


ટ્રેનમાં ભાનુશાળી હત્યા કર્યા બાદ આરોપી શશીકાંત ઉર્ફે દાદા કામબલે અને અશરફ ઉર્ફે અનવર સામખ્યાલી પાસે ઉતરી બાઈક લઈ રાધનપુર, પાલનપુર થઈ અને આબુરોડથી મુંબઈ ટ્રેનમાં ગયા હતા. હત્યા બાદ પોલીસ તપાસ અને તેમનું નામ જાહેર થયું હોવાનું ખબર પડતાં તેઓ કુંભના મેળામાં ગયા હતા. ત્યાંથી તેઓ જમ્મુ કશ્મીર કટરા ગયા હતા ત્યાં વૈષ્ણોદેવી દર્શન કરી પરત કુંભ ગયા હતા અને ત્યાંથી તેઓ પરત ગુજરાત સાપુતારા તરફ આવ્યા હતા. બંને આરોપીઓ કુંભના મેળામાં ગયા હતા જ્યાં આરોપી શશીકાંતે ઓળખ છુપાવવા માટે માથામાં મુંડન કરાવી અને મુછો કાઢી નાખી હતી.


રજા પૂર્ણ થતા જવાને પરત કાશ્મીરમાં ફરજ પર જવાનું કહેતા પત્નીએ કર્યો આપઘાત


બંને સાપુતારા તોરણ ગેસ્ટહાઉસમાં હોવાની બાતમીને આધારે પોલીસ ત્યાં પહોચી હતી. પોલીસને બહાર અનવર સૌ પહેલા મળ્યો હતો. જ્યાં ખાલી અનવર જ મળતા પોલીસે શશીકાંત અંગે પૂછ્યું હતું જે બહાર ગયો હતો. શશીકાંત આવ્યો અને તેને પોલીસ આવી હોવાની ગંધ આવતા ભાગ્યો હતો જો કે પોલીસે તેને થોડા દૂરથી ઝડપી લીધો હતો.