લોકસભા ચૂંટણી 2019: લોકસભાની ટીકીટને લઇને બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં ઘમાસાણ

લોકસભાની ચૂંટણીને લઇને બનાસકાંઠાના પાલનપુરમાં ઠાકોર સમાજ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ શિબિરમાં આયાતી ઉમેદવાર એટલે કે, અલ્પેશ ઠાકોંરના ચાલતા નામને લઇને હોબાળો સર્જાયો હતો. જોકે કેટલાંક આગેવાનો સ્થાનિક ઉમેદવારની માંગ કરી હતી. આ શિબિરને લઇને જિલ્લામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. 

Updated By: Feb 17, 2019, 07:58 PM IST
લોકસભા ચૂંટણી 2019: લોકસભાની ટીકીટને લઇને બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં ઘમાસાણ

અલ્કેશ રાવ/ બનાસકાંઠા: લોકસભાની ચૂંટણીને લઇને બનાસકાંઠાના પાલનપુરમાં ઠાકોર સમાજ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ શિબિરમાં આયાતી ઉમેદવાર એટલે કે, અલ્પેશ ઠાકોંરના ચાલતા નામને લઇને હોબાળો સર્જાયો હતો. જોકે કેટલાંક આગેવાનો સ્થાનિક ઉમેદવારની માંગ કરી હતી. આ શિબિરને લઇને જિલ્લામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. 

ઠાકોર સમાજની ચિંતન શિબિરનું આયોજન જીલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઘાડિયા દ્વારા પાલનપુરમાં કરવામાં આવ્યુ હતુ. જેમા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર,જીલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઠાકોર,સહીત ઠાકોર સેનાના હોદેદારો અને ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે આ શિબિરમાં આયાતી ઉમેદવાર એટલે કે અલ્પેશ ઠાકોરનું નામ આવતા જ સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે આ શિબિરમાં આયાતી ઉમેદવારને લઇને ભારે હોબાળો સર્જાયો હતો. 

જોકે આખરે આગેવાનો વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ સમાજના આગેવાનોએ વિવિધ નામો શુચન કર્યા હતાં. તો કેટલાક આગેવાનોએ કોંગ્રેસ અને ભાજપ બન્ને ટીકીટ નહીં આપે તો પરિણામ ભોગવવા સુધીની ચીમકી આપી હતી. આજની બેઠકમાં આયાતી ઉમેદવારનૉ વિરોધ કરનાર અને પુર્વ જીલ્લા પંચાયત સદસ્ય પોપટજી દેલવડિયાએ જણાવ્યું હતુ કે, અમારે સ્થાનિક ઉમેદવારની માંગ છે. અલ્પેશ આયાતી ઉમેદવાર છે. જેને અન્ય સમાજો અને અમારી સમાજ નહીં સ્વીકારે.

રજા પૂર્ણ થતા જવાને પરત કાશ્મીરમાં ફરજ પર જવાનું કહેતા પત્નીએ કર્યો આપઘાત

આ બાબતે ઠાકોર સેનાના ભાભર તાલુકાના પ્રમુખએ જણાવ્યું હતુ કે, 4.50 લાખ મતદારો છે માટે કોંગ્રેસે ટીકીટ માટે વિચારવું પડશે અને જો નહીં આપે અને ભાજ્પ આપશે તો ભાજપ તરફ પણ સમાજ જઇ સકે તેમ છે.માટે બન્ને પક્ષ ને વિચારવું પડશે.ટીકીટ નહીં આપે તો પાર્ટીઓને પાઠ ભણાવીશુ. આ શિબિરનું આયોજન કરનાર જીલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઠાકોર પણ લોકસભાની ટીકીટની માંગણી કરી છે.

વડોદરા: કાર સાથે અથડાયેલો એક્ટિવા ચાલક ડમ્પર નીચે કચડાતા મોત

કોંગ્રેસ પક્ષ ઉપર જીલ્લા પંચાયતમાંથી ચૂંટાયા બાદ જીલ્લા પંચાયત પ્રમુખ બન્યાં છે. અને હવે લોકસભાનાં અભરખા જાગતાં અને અલ્પેશ ઠાકોર ઉમેદવાર જાહેર થાય તે પહેલા ઉમેદવાર હોવાની જાહેરાત કરી હતી. આ બાબતે પીનાબેને જણાવ્યું હતુ કે, હુ પણ ઉમેદવાર છું અને ઠાકોર સમાજની માંગ છે લોકસભામાં મને ટીકીટ આપે. સમાજને ટીકીટ મળે એજ માંગ છે. લોકસભાની ચૂંટણી પહેલા જ ટીકીટ માટે અન્ય સમાજોની સાથે સાથે હવે ઠાકોર સમાજ પણ માંગ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ છે કે કોને ટીકીટ મળે છે અને તેનું પરિણામ કેવું આવે છે.