• બાઈક પર આવેલા ચોરોએ જોર લગાવીને સંતોકબેનના બંને કાન ખેંચ્યા હતા, જેમાં તેમના બંને કાન કપાઈ ગયા હતા

  • આ ઘટનાથી સંતોકબેન લોહીલુહાણ થઈ ગયા હતા. તેઓ હેબતાઈ ગયા હતા


ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં ગુનાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. એવો કોઈ ગુનો નહિ હોય જે સુરત પોલીસના ચોપડે નોંધાયો ન હોય. ચોરી, હત્યા, વ્યાજખોરી, લૂંટ સુધીના બનાવો સતત બની રહ્યા છે. જેથી સુરતની છબી ખરડાઈ રહી છે. સુરતમાં ગુંડારાજ આવ્યું છે તેવા શબ્દો કાને સંભળાવા લાગ્યા છે. આવામાં સુરતના ગોડદરા વિસ્તારમાં એક વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ચોરાઈ હતી. જોકે, બાઈક ગેંગે ચોરી કરવા માટે વૃદ્ધાના બંને કાન કાપી નાંખ્યા હતા. બુટ્ટી ચોરવામાં વૃદ્ધાના બંને કાન કપાઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં અરેરાટીભર્યો લૂંટનો કિસ્સો બન્યો છે. સુરતમાં ચેઈન સ્નેચર્સની ટોળકીનો આતંક વધ્યો છે. ત્યારે ગોડાદરામાં આર્શીવાદ બંગલોઝમાં બાલાભાઈ ડોલર (આહીર)નો પરિવાર રહે છે. તેમના માતા સંતોકબેન 17 જાન્યુઆરીના રોજ સવારે મંદિરમાં દર્શન કરવા નીકળ્યા હતા. તેઓ ઘરેથી ચાલતા ચાલતા મંદિરમાં જવા નીકળ્યા હતા, ત્યારે અડધા કિલોમીટરના અંતરે બાઈક પર બે જણા આવ્યા હતા. જેમાં પાછળ બેસેલા યુવકે સંતોકબેન પાસે આવીને તેમના કાનની બુટ્ટી ખેંચી હતી. બાઈકર્સે જોર લગાવીને સંતોકબેનના બંને કાન ખેંચ્યા હતા, જેમાં તેમના બંને કાન કપાઈ ગયા હતા. 


આ પણ વાંચો : તમારું દિલ જીતી લેશે આ ગુજરાતી બાળક, જેણે અમરેલીનું બજાર ગજવ્યું 


આ ઘટનાથી સંતોકબેન લોહીલુહાણ થઈ ગયા હતા. તેઓ ઘટના બાદ હેબતાઈ ગયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે, આ ઘટના તેમના માટે બહુ જ દર્દનાક હતી. સંતોકબેનના બુટ્ટીની કિંમત એક લાખ કરતા વધુ હતી. ત્યારે તેમના દીકરા બાલાભાઈએ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.