ઉદય રંજન અમદાવાદ : અમદાવાદમાં મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતી ગેંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ૩ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં શહેઝાદ અન્સારી , જોએબખાન બલોચ અને શાહિદ કુરેશી નો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: મહિલાએ બેંકનું લોકર ખોલતા જ ધબકારા વધી ગયા...16 લાખના દાગીના ગાયબ


મળતી માહિતી મુજબ અમદાવાદમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓને ટાર્ગેટ કરીને ચેન સ્નેચિંગ કરવાના બનાવો બનતા હતાં. ક્રાઇમ બ્રાન્ચે મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓને ટાર્ગેટ કરીને ચેન સ્નેચિંગ કરતી ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જેમાં શહેઝાદ અન્સારી , જોએબખાન બલોચ અને શાહિદ કુરેશી સામેલ હતાં. આ ત્રણેય આરોપીઓ છેલા 5 મહિનાથી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી પલ્સર બાઈક પર ગણતરીની પળોમાં ફરાર થઇ જતા હતા.


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...