અમદાવાદ: મહિલાએ બેંકનું લોકર ખોલતા જ ધબકારા વધી ગયા...16 લાખના દાગીના ગાયબ

અમદાવાદના જોધપુર ચાર રસ્તા નજીક આવેલી કાલુપુર કોઓપરેટીવ બેંકના લોકરમાંથી રૂપીયા 16 લાખના દાગીનાની ચોરી થઇ હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે.

અમદાવાદ: મહિલાએ બેંકનું લોકર ખોલતા જ ધબકારા વધી ગયા...16 લાખના દાગીના ગાયબ

ઉદય રંજન અમદાવાદ: અમદાવાદના જોધપુર ચાર રસ્તા નજીક આવેલી કાલુપુર કોઓપરેટીવ બેંકના લોકરમાંથી રૂપીયા 16 લાખના દાગીનાની ચોરી થઇ હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે. સારીકા ભટ્ટ નામની મહીલાએ આ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે. 

સારીકા ભટ્ટના બેંક લોકરમાંથી 16 લાખના દાગીનાની ચોરી થઈ છે. સારીકા ભટ્ટે પોલીસ ફરિયાદ દાખલ કરાવતા કહ્યું છે કે, છેલ્લા 15 વર્ષથી કાલુપુર કોઓપરેટીવ બેંકમાં તેનું એકાઉન્ટ છે અને બેંકમાં 1457 નંબરનું લોકર ધરાવે છે.જો કે આ મહીલાએ જ્યારે બેંકમાં જઇને લોકરમાં તપાસ કરી હતી ત્યારે તેને જાણવા મળ્યું હતું કે તેમાંથી 64 તોલા સોના ચાંદી અને ડાયમંડના દાગીના ગાયબ છે.જેથી તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.

જુઓ LIVE TV

આ બાજુ પોલીસનું કહેવું છે કે હાલમાં સીસીટીવી ફુટેજ, એફએસએલ, ડોગ સ્કવોર્ડ અને ફીંગર પ્રીન્ટની મદદ લઇને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે અલગ અલગ દિશામાં તપાસ શરુ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news