ગાંધીનગર: આજથી ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય કારોબારી બેઠકનું આયોજન દિલ્હીમાં થશે. પીએમ મોદી અને અમિતશાહની અધ્યક્ષતમાં દિલ્હીના આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાશે. બીજેપીની આ બેઠકમાં ગુજરાતના સીએમ વિજય રૂપાણી અને ડે.સીએમ નીતીન પટેલ ઉપસ્થિત રહેશે. મહત્વનું છે, કે આ બેઠકમાં દેશના તમામ રાજ્યોના અધ્યક્ષો ભાગ લેવા માટે દિલ્હી પહોચશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સંગઠનાત્મક વિષયો પર થશે ચર્ચા
આજથી યોજાવનારી બીજેપીની કારોબારી બેઠકની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને શ્રાદ્ધાંજવલિ અર્પીત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં આર્થિક પ્રસ્તાવો પાસ કરવામાં આવી શકે છે. અને સંગઠનાત્મક વિષયો તથા સંગઠનને મજબૂત કરવા માટેના પ્રસ્તાવ અંગેની ચર્ચાઓ કરવામાં આવશે. જ્યારે ગત બેઠકથી અત્યાર સુધીની પ્રમુખ ગતિવિધીઓ અંગેની પણ ચર્ચા કરવામાં આવશે.



આગામી લોકસભાની ચૂંટણી અંગે ઘડાશે રણનિતી 
ભાજપની દિલ્હીમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીની અઘ્યક્ષતામાં બે દિવસીય કારોબારી બેઠક યોજાવાની છે. જેમાં આગામી લોકસભાની ચૂંટણીઓને લઇને કેવી રીતે કાર્ય કરવું અને તેની રણનિતી કેવી હશે. તે અંગે ચર્ચા કરવામાં આવશે. જ્યારે ચૂંટણી અંગેની માસ્ટરપ્લાન પણ આ બેઠકમાં ધડાય તેવી શક્યતાઓ છે.