ઝી બ્યુરો/અરવલ્લી: આગામી બે દિવસ બાદ આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ હોવાથી ગુજરાતના મોટા મંદિરોમાં દર્શન તેમજ આરતીમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો કેટલાક મંદિરો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરે શરદ પૂર્ણિમા આસો સુદ-15 તા.28.10.23 શનિવારે ઉજવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલના પૂર્વ MP પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની વયે નિધન, જાણો તેમની રાજકીય સફર


આ દિવસે ભગવાન કાળિયા ઠાકરના દર્શનનો સમય ગ્રહણ હોવાના કારણે ફેરફાર કરાયો છે. તદુપરાંત 28 ઓક્ટોબરને શનિવારે ગ્રહણ હોવાના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ 27 ઓક્ટોબરને શુક્રવારે શરદ ઉત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શરદપૂર્ણિમાને લઈને શામળાજી મંદિરમાં દર્શનમાં અને શરદ ઉત્સવ બંનેમાં ફેરફાર કરાયો છે. જાણવા મળી રહ્યું છે કે ગ્રહણને લઈને આવતી કાલે શરદ ઉત્સવ ઉજવવામાં આવશે. 


કેનેડા જવા ઈચ્છતા ગુજરાતી વિદ્યાર્થીઓ અપનાવી રહ્યા છે આ નીતિ! આ 2 દેશ તરફ વળ્યા


શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર


  • 28 તારીખે પૂર્ણિમા નિમિતે મંદિર દર્શનના સમયમાં ફેરફાર

  • પૂર્ણિમા દિવસે મંદિર ખુલશે સવારે 6 કલાકે 

  • માંગડા આરતી -6:45, 

  • શણગાર આરતી 8:30 કલાકે 

  • મંદિર બંધ થશે 11:15 કલાકે 

  • મંદિર ખુલશે બપોરે 12 કલાકે

  • મંદિર બંધ થશે (ઠાકોરજી પોઢી જશે) 12:45 કલાકે

  • મંદિર ખુલશે બપોરે 2:15 કલાકે

  • સંધ્યા આરતી સાંજે 4:30 કલાકે

  • શયન આરતી સાંજે 5:45 કલાકે

  • મંદિર બંધ થશે સાંજે 6 કલાકે 

  • ગ્રહણને લઈ ને મંદિર વહેલા બંધ થશે