ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં શિક્ષક બનવું હશે તો હવે ટાટ પાસ કરવા માટે 2 વખત પરીક્ષા આપવી પડશે. જી હાં. પહેલી પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષા આપવા મળશે. રાજ્ય સરકારે પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, શિક્ષક બનવા માટેની TAT પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે ઉમેદવારે શિક્ષક બનવું હશે તો બે પરીક્ષા આપવી ફરજિયાત છે. નવી પદ્ધતિ પ્રમાણે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિમાંથી ઉમેદવારે પ્રસાર થવાનું રહેશે. પહેલી પરીક્ષા ક્લિયર કરનાર ઉમેદવારે જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની જ્યારે બીજી વરણાત્મક પરીક્ષા હશે. શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે પદ્ધતિમાં ફેરફાર કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને તેનો નિર્ણય કર્યો છે.


હવેથી નવી શિક્ષણ નિતિ મુજબ બે પરીક્ષા લેવાશે. જેમાં (1) શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક અને (2) શિક્ષક અભિરુચી કસોટી ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેવાય છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ બન્ને પરીક્ષાનુ આયોજન કરાશે. પ્રથમ પ્રીલિમનરી પરીક્ષા બાદમાં મુખ્ય પરીક્ષા લેવાશે એટલે કે પરીક્ષા બે તબક્કામાં લેવાશે. શિક્ષણ વિભાગે નવી શિક્ષણ નિતિ મુજબ ઠરાવ કર્યો છે.