ચેતન પટેલ, સુરતઃ શહેરની સાધના નિકેતન શાળામાં વાલીઓએ ખુબ હોબાળો મચાવ્યો છે. તેમણે શાળાના ટ્રસ્ટી પર દારૂ પીને વિદ્યાર્થીઓને આરોપ લગાવ્યો છે. વાલીઓએ શાળામાં તોડફોડ પણ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, કમુરતા બાદ દરેક ખેડૂતના ખાતામાં આવી જશે પાક વીમાની રકમ


મળતી માહિતી મુજબ સુરતની સાધના નિકેતન શાળામાં આ હોબાળોની ઘટના ઘટી છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીનીએ શિક્ષક પર છેડતીનો પણ આરોપ લગાવ્યો છે. વાલીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ટ્રસ્ટીએ દારૂ પીને 6 વિદ્યાર્થીઓને માર માર્યો છે. વાલીઓના આક્રોશ બાદ ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. 


[[{"fid":"196516","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


મળતી માહિતી મુજબ શાળાના વિદ્યાર્થીઓને રાજસ્થાન પ્રવાસે લઈ જવામાં આવ્યાં હતાં. આ દરમિયાન વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી અને 6 વિદ્યાર્થીઓને માર માર્યો હોવાના આક્ષેપો ટ્રસ્ટી પર કરવામાં આવ્યાં છે. એવા પણ આરોપ છે કે વિદ્યાર્થીઓને માર મારીને યોગ્ય સમયે જમવાનું પણ આપવામાં આવતું નહતું. ટ્રસ્ટી ગિરીશ મકવાણાને હાજર કરવાની વાલીઓએ ઉગ્ર માગણી કરી છે. શાળાના ટ્રસ્ટી ગિરીશ મકવાણા સામે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વાલીઓની માગણી છે કે જો ટ્રસ્ટી હાજર નહીં થાય તો તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલશે નહીં. ભોગ બનનારા વિદ્યાર્થીઓના વાલીઓ કાપોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. જ્યાં ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવશે. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...