ચારણ અને આહીરને મામા ભાણેજનો સબંધ કેમ ગણાય છે? સદીઓની પરંપરા પાછળ છે રસપ્રદ ઈતિહાસ
Charan Samaj Vs Ahir Samaj : હાલ એક નિવેદનને લઈને ચારણ સમાજ અને આહીર સમાજ ચર્ચામાં આવ્યો છે... ત્યારે ઈતિહાસમાં આહીર અને ચારણ વચ્ચેનો અનેરો નાતો દર્શાવ્યો છે
Charan-Ahir caste dispute : ભાવનગરના એક કાર્યક્રમમાં આહિર સમાજના ગીગા ભમ્મર નામના વ્યક્તિએ માતાજી અને ચારણ-ગઢવી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણ કરતા ભારે રોષ ફેલાયો છે. એક નિવેદનથી એકબીજાની સામે સામે આવી ગયેલા બંને સમાજ વચ્ચે અનોખો સંબંધ છે. એ પણ સદીઓથી. આહિર અને ચારણ વચ્ચે મામા ભાણેજના સંબંધ છે. આહીર એ ચારણોના મામા થાય, તો ચારણો ભાણેજ થાય. ત્યારે ચારણો આહિરને મામા કેમ કહે છે તે જાણીએ.
આહીરો અને ચારણોના મામા-ભાણેજના સંબંધો છે. એવી માન્યતા એક પરંપરા સાથે જોડાયેલી છે. ઈતિહાસમાં ટાંકેલું છે કે, ભગવાન શેષનારાયણ વાસુદેવજીના દીકરા અહીર અને આદિ આવડ, જેમાંથી ચારણની ઉત્તપત્તિ થઈ, તેમને પણ શેષનારાયણે ઉછેરીને મોટા કર્યા હતા. અહીરે તેમનું કન્યાદાન કર્યુ હતું. ત્યારથી આદિકાળથી ચાલ્યુ આવે છે કે, મહેશ જેનો દાદો થાય, શેષનાગ જેને માતામહ થાય. ચારણ સમાજને શેષ નાનો કહે, કારણ કે, શેષનારાયણે આદિ આવડને દીકરી માન્યા હતા. અને મહેશ દાદો એટલે ભગવાન શિવ તે દાદા છે. આ પરંપરા આજદિન સુધી ચાલી આવે છે.
પરંપરા મુજબ ક્ષત્રિયો આહીર સમાજ અને કાઠી સમાજને ચારણો સાથે મામા ભાણેજનો સંબંધ રહ્યો છે. તેનું મુખ્ય કારણ પરસ્પર આદર અને સંબંધોનો મહિમા વધરવાનો તેમજ પરસ્પરના રક્ષણનો રહેલો છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે.
1.75 લાખ અમદાવાદીઓ માટે આવી ખુશખબર, 2025 માં અહીં બની જશે ફ્લાયઓવર અને અંડરબ્રિજ
શું છે સમગ્ર મુદ્દો
ચારણ-ગઢવી સમાજ ગામે ગામ આવેદન આપી પોલીસ ફરિયાદ પણ કરી રહ્યો છે. ચારણ ગઢવી સમાજને નિશાન બનાવીને થયેલી આ અપમાનજનક ટિપ્પણીઓએ સમાજની શાંતિ તથા સાંપ્રદાયિક સોહાદ સામે ખતરારૂપ હોય ધાર્મિક તથા સમુદાયની લાગણીઓ ઉશ્કેરવાના હેતુથી થયેલ આ ભાષણમાં સોશ્યલ મીડિયામાં આકરી પ્રતિક્રિયા સાથે વાયરલ થયું છે. ખંભાળિયાના સોનલ ધામ ખાતે મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકોએ આવેદન આપ્યું અને કાર્યવાહી કરવાની માંગ કરી.
રાજભા ગઢવીની પ્રતિક્રીયા
રાજભા ગઢવીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. રાજભા ગઢવીએ ચારણોનો ઇતિહાસની વાત કરતા કહ્યું કે, સમગ્ર સમાજનું, સોનબાઇ માતાજીનું અપમાન કરનાર વ્યક્તિને પહેલા ચારણ સમાજની કન્યાઓ વિશે તેના પરાક્રમ વિશે જાણવું જોઈએ. બીજી એક વાત કરતા તેમણે એવી પણ વાત કરી કે કોઈ સમાજનો એક માણસ કોઈ ખરાબ બોલે તો સમાજના અગ્રણીઓ અને તમામ સમજદાર લોકોને આ સમયે કઈ ન બોલવાની સલાહ આપી.
આ તો હદ થઈ! અમદાવાદની ડેપોમાંથી આખે આખી ST બસ ચોરાઈ, ચોરના ખુલાસાથી મગજ ચકરાવે ચઢશે