`અમે તો સાકર જેવા છીએ, અમને દૂધમાં ભેળવશો એવા થઈ જઈશુ, હું ચૌધરી સમાજના મતોના કારણે વિજયી રહ્યો છું`
CM ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ચૌધરી સમાજ મહેનતુ સમાજ છે. ચૌધરી સમાજ જેમ જેમ ભણશે તેમ તમામ ક્ષેત્રમાં આગળ વધતો જશે. બનાસ ડેરીનું આજે વિશ્વમાં ડંકો વાગે છે. ઘાટલોડિયામાં જે ચૌધરી પટેલોએ જેને વોટ આપ્યા હતા એ આજે CM બની ગયા છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: અખિલ આંજણા યુવા મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચૌધરી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલનું સંબોધન ખુબ જ મહત્ત્વપૂર્ણ રહ્યું હતું.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે અમદાવાદના ઘાટલોડિયામાં ચૌધરી સમાજના યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલની હાજરીમાં જણાવ્યું હતું કે, 'અમે તો સાકર જેવા છીએ, અમને દૂધમાં ભેળવશો એવા થઈ જઈશું'. ભૂપેન્દ્ર પટેલે ચૌધરી સમાજને મહેનતુ સમાજ ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ઘાટલોડિયા વિધાનસભામાં ચૌધરી સમાજના મતોના કારણે હું વિજયી રહ્યો છું.
CM ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ચૌધરી સમાજ મહેનતુ સમાજ છે. ચૌધરી સમાજ જેમ જેમ ભણશે તેમ તમામ ક્ષેત્રમાં આગળ વધતો જશે. બનાસ ડેરીનું આજે વિશ્વમાં ડંકો વાગે છે. ઘાટલોડિયામાં જે ચૌધરી પટેલોએ જેને વોટ આપ્યા હતા એ આજે CM બની ગયા છે.
કોરોનાના કેસો વધતા ગુજરાતમાં પ્રતિબંધોની શરૂઆત! હેર સલૂન અને બ્યુટી પાર્લર માટે નવી ગાઈડલાઈન અપાઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube