મૌલિક ધામેચા/અમદાવાદ: કલોલ પાસે આવેલા છત્રાલ નજીક એક્સિસ બેંકમાં લૂંટ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ત્રણ લૂંટારાઓએ બેંકના બંધૂક સાથે ધૂસીને બપોરના એક વાગ્યાની આસપાસ લૂંટ કરી હોવાના અહેવાલ મળ્યા બાદ પોલીસ દોડતી થઇ હતી. બેંક કર્માચારીએ લૂંટની ઘટનાને રોકવાનો પ્રયત્ન કરતા લૂંટારાઓએ તેના પર ફાયરિંગ કરીને તેને ઇજાગ્રસ્ત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છત્રાલ પાસે આવેલી એક્સિસ બેંકમાં બનેલી લૂંટમાં બેંકમાં આવેલી એક મહિલાના સોનાન દાગીનાની લૂંટ પણ થઇ છે. બેંક કર્માચારી દ્વારા આપાવમાં આવેલી માહિતી અનુસાર કુલ 43.88 લાખની લૂંટ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આસપાસના તમામ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે.


રાજકોટના ધામેલીયા પરિવાર શહીદો માટે આવ્યું આગળ, આ રીતે કરશે મદદ


પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું છે, કે અગાઉથી બેંકની હરકત પર રેકી કરવામાં આવી હતી. અને ત્યાર બાદ બેંકમાં લૂંટ ચલાવામાં આવી છે. આ કેસમાં કડી, મહેસાણા, અને ગાંધીનગર પોલીસની પણ મદદ લેવામાં આવશે. પોલીસે તમામં બેંક કર્મચારીએ પૂછપરછ કરી જેમાં જાણવા મળ્યું કે લૂંટરુઓ હિંદી ભાષમાં વાતચીત કરી રહ્યા હતા.