રાજકોટના ધામેલીયા પરિવાર શહીદો માટે આવ્યું આગળ, આ રીતે કરશે મદદ
રાજકોટનો ધામેલીયા પરિવાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડીરેક્ટર જમનભાઈ ધામેલીયાના પુત્ર કેયુરના ગઈકાલે લગ્ન હતા અને આજે તેમનું રિસેપ્શન યોજાવવાનું છે. એક તરફ દેશમાં શોકની લાગણી છે. તો બીજી તરફ રાજકોટના આ પરિવારમાં પુત્રના લગ્નની ખુશી છે.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં CRPF ના 44 જવાનો સહીદ થતા સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી છે. 44 જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યા છે. તો ક્યાંક લોકો શહીદોના પરિવારજનોને સહાય પુરી પાડી રહ્યા છે. આવા જ એક રાજકોટના ધામેલીયા પરિવારે શહીદો માટે ઉમદા નિર્ણય કર્યો છે અને દેશને એક સાચી શ્રદ્ધાંજલિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ છે રાજકોટનો ધામેલીયા પરિવાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડીરેક્ટર જમનભાઈ ધામેલીયાના પુત્ર કેયુરના ગઈકાલે લગ્ન હતા અને આજે તેમનું રિસેપ્શન યોજાવવાનું છે. એક તરફ દેશમાં શોકની લાગણી છે. તો બીજી તરફ રાજકોટના આ પરિવારમાં પુત્રના લગ્નની ખુશી છે. પરંતુ આ પરિવાર દેશના શસહીદોને ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપી સહાય કરવા ઈચ્છી રહ્યો છે.
વધુમાં વાંચો: દેશમાં જ બેઠા છે ગદ્દારો! રાષ્ટ્ર વિરોધી ટિપ્પણી બદલ ફાર્મા કંપનીના બે કર્મચારીઓ સસ્પેન્ડ
સૌ પ્રથમ પુત્રના લગ્ન બાદ આ પરિવારે રિસેપ્શન કેન્સલ કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ ત્યારબાદ તેઓએ એવો વિચાર કર્યો કે, દેશને તેમાંથી પ્રેરણા મળી શકે છે. જમનભાઈએ જણાવ્યું હતું કે, તેઓ સહીદોને કોઈના કોઈ રીતે મદદ કરવા ઈચ્છતા હતા. માટે આજ રોજ તેમના પુત્રના રિસેપ્શનમાં ચાંદલા રૂપી આવતો તમામ વ્યવહાર શહીદોના પરિવારને અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે.
પરિવારના આ નિર્ણયને લઇ સૌથી વધુ ખુશ છે વર-વધુ
ધામેલીયા પરિવારના પુત્ર કેયુરના લગ્ન પાયલ સાથે ગઈકાલે યોજાયા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ તેઓ સૌ ઘરે પહોંચી સાથે બેસી વિચાર કરતા હતા કે, આ રિસેપ્શનને કેન્સલ કરી દઈએ અને શહીદોને શ્રધ્ધ્દાંજલિ પાઠવીએ પરંતુ ત્યારબાદ નવ વર-વધુએ પરિવાર સાથે વાત કરી અને આજ રોજ તેમને મળનાર ચાંદલા રૂપી વ્યવહાર શહીદોના પરિવારને આપવા નક્કી કર્યું હતું. આ નિર્ણયથી તેઓ એટલા માટે ખુશ છે કારણ કે, દેશના 44 શહીદ જવાનોને આજે તેઓ સહાય આપી શકશે અને તેમના પરિવારને મદદરૂપ થઇ શકશે.
દેશભરમાંથી શહીદ પરિવારો માટે અલગ અલગ ધાર્મિક અને સામાજીક સંસ્થા દ્વારા સહાય આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટના ધામેલીયા પરિવારે પણ પુત્રના રિસેપ્શનમાં આવનાર તમમાં ચાંદલા રૂપી વ્યવહાર શહીદોના પરિવારને આપવાના ઉમદા નિણર્યએ દેશના અન્ય લોકોને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે