Jobs In Canada : આજકાલ ગુજરાતીઓ બહુ કેનેડા કેનેડા કરે છે. સુખી સંપન્ન પરિવારના સંતાનો પણ કેનેડા જવા માંગે છે. આ માટે તેઓ સ્ટડી વિઝા પર કેનેડા જવાનું વધુ પસંદ કરે છે. કેનેડા એ ગુજરાતી વિદ્યાર્થીઓનું ફેવરિટ સ્થળ બન્યું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ વિઝા કંપનીઓ પર આંખ બંધ કરીને વિશ્વાસ રાખે છે, અને તેઓ જે યુનિવર્સિટી સજેસ્ટ કરે છે તેમાં એડમિશન અપાવે છે. પરંતું જો તમારી પાસે થોડું પણ જ્ઞાન હોય તો યુનિવર્સિટીની પસંદગી તમે જાતે જ કરી શકો છે. સાથે જ કેનેડાના કયા શહેરમાં ફી વધારે અને ઓછી છે તે પણ જાણી લેવુ જરૂરી છે. ત્યારે આજે આ જાણવા જેવી માહિતી અમે તમને જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી પહેલા જાણી લો કે, ભારતની જેમ કેનેડામાં પણ તમામ યુનિવર્સિટીમાં ફી અલગ અલગ હોય છે, કેટલીક યુનિવર્સિટીઓમાં વધુ અને કેટલીકમાં ઓછી હોય છે. આમાં સૌથી મહત્વની માહિતી એ છે કે, કેનેડામાં ગ્રેજ્યુએટે કરતા અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે ફી ઓછી હોય છે. સાથે જ કયા શહેરમાં સ્થાયી થાવો છો તે પણ બહુ જ જરૂરી છે. કારણ કે, શહેરોમાં નોકરીનું પ્રમાણ કેવુ છે એ ચકાસી લેવુ બહુ જ જરૂરી છે. કેટલાક શહેરોમાં અભ્યાસ બાદ નોકરીની કોઈ તક હોતી નથી, આવામાં બાદમાં શિફ્ટ થવુ પડે છે. તેવુ ન કરવુ પડે તે માટે પહેલેથી જ સારા શહેરની પસંદગી કરીને રાખવી. 


ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ : 11 થી 15 જુલાઈ સુધીની નવી આગાહી આવી


કેનેડાની સૌથી સસ્તી યુનિવર્સિટીનું લિસ્ટ 
બ્રાન્ડોન યુનિવર્સિટી, યુનિવર્સિટી ધ સેન્ટ બોનિફેસ, ડોમિનિકેન યુનિવર્સિટી કોલેજ, કેનેડિયન મેન્નોનાઈટ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ પીપલ, કેલગરી અલ્બર્ટામાં આવેલ SAIT યુનિવર્સિટી, એડમોન્ટન અલ્બર્ટામાં આવેલ કિંગ્સ યુનિવર્સિટી, ઓટાવા ઓન્ટારિયોમાં આવેલ પૉલ યુનિવર્સિટી, ચર્ચ પોઈન્ટ નોવા સ્કોટિયામાં આવેલ સંતએની યુનિવર્સિટી


કેનેડામા જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા


આ તમામ યુનવર્સિટી 2023 ની સૌથી સસ્તી યુનિવર્સિટી છે. ભારતીય વિદ્યાર્થીઓને ડોલરમાં ફી ચૂકવવી પડે છે. તેથી તમે જો ઓછા બજેટમાં કેનેડામાં ભણવા માંગો છો તો તમે આ યુનિવર્સિટીઓ પર તમારી પસંદગી ઉતારી શકો છો. આ લિસ્ટમાથી કેટલીક યુનિવર્સિટીઓ ન માત્ર ઓછી ફીમાં ભણાવે છે, પરંતું તેનું એજ્યુકેશન રેન્કિંગ પણ સારું છે. જેમ કે, મેક્લિન્સ મેગેઝીન અનુસાર, બ્રાન્ડોન યુનવિર્સિટીનો કેનેડામાં 48મો રેન્ક છે. 


અમેરિકામાં ગ્રીનકાર્ડની રાહ જોનારા ગુજરાતીઓ માટે આવી મોટી ખુશખબર


આ તમામ કોલેજ અને યુનિવર્સિટી વિવિધ કોર્સ ઓફર કરે છે. આ યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએટ કોર્સ, અંડર ગ્રેજ્યુએટ કોર્સ જેવા કે, BA, BBA, BEd, BFA, BM, BN, BSc ડિગ્રી કોર્સ તમામ ભણાવાય છે. આ ઉપરાંત વિવિધ ભાષાના કોર્સ, સોશિયલ વર્ક, ટ્રાન્સલેશન, સાયન્સ, નર્સિંગ, બિઝનેસ એન્ડ એજ્યુકેશન ડિગ્રી કોર્સ ચાલે છે. 


વર્ષ 2023માં ધ મેમોરિયલ યુનિનર્સિટી ઓફ ન્યૂફાઉન્ડલેન્ડ કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી સૌથી ઓછી ફી લેતી યુનિવર્સિટી છે. તમને આ તમામ યુનિવર્સિટીની વેબસાઈટ પર તેના રેન્કિંગ, ફી સ્ટ્રક્ચર, કોર્સિસ તથા યુનિવર્સિટીની સુવિધાની તમામ માહિતી મળી રહેશે. 


આગામી 5 વર્ષમાં ગાયબ થઈ જશે આ નોકરીઓ, ગુજરાત સરકારે રોજગારી પર મોટો પ્લાન બનાવ્યો