અલકેશ રાવ/બનાસકાંઠા :વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે. બનાસકાંઠાને જોડતી, પોલીસ દ્વારા રાજસ્થાનની તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરાયુ છે અને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું બારીકાઈથી ચેકીંગ કરી ગુજરાતમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા પોલીસે એલર્ટ મોડમાં આવી છે. રાજસ્થાન તરફથી કોઈપણ પ્રકારના કેફી દ્રવ્યો, દારૂ કે પછી અન્ય કોઈ પદાર્થ ગુજરાતમાં ઘુસાડવામાં ન આવે તે માટે બનાસકાંઠા પોલીસે રાજસ્થાનને જોડતા જિલ્લાના 7 મુખ્ય માર્ગો અને અન્ય 23 નાના માર્ગો સહિત 30 માર્ગો ઉપર ચેકપોસ્ટ ઉભી કરી કરાઈ છે. તેમજ રાજસ્થાન તરફથી તમામ વાહનોનું ચેકીંગ કરાઈ રહ્યું છે. 


આ પણ વાંચો : AAPના CMના ઉમેદવાર જાહેર થતાં જ ઈસુદાને કહ્યું, રાજકારણ મારો શોખ નહી મજબૂરી છે


બનાસકાંઠા એસપી અક્ષય મકવાણા આજે રાજસ્થાન ગુજરાતને જોડતી અમીરગઢ ચેકપોસ્ટ ઉપર પહોંચ્યા હતા અને તેમની ટીમે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું બારીકાઈથી ચેકીંગ હાથ ધર્યું હતું. બનાસકાંઠા પોલીસ સહિત આઇટીબીપીના જવાનો પણ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં જોડાયા હતા. તો રાજસ્થાનથી આવતા વાહનોના ચાલકોનું બ્રેથ એનેલાઈઝર મશીનથી તેવો દારૂ પીધેલ હાલતમાં છે કે નહીં તેની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઠલવાતો હોય છે ત્યારે આ વખતે કોઈ બુલટેગરો સક્રિય થઈ ગુજરાતમાં દારૂ ન ઘુસાડે તે માટે જિલ્લા પોલીસ તમામ બોર્ડરો ઉપર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. 



તો બીજી તરફ, મહેસાણામાં કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ભરતસિંહ સોલંકીનુ મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર બનાવવી હોય તો બહુમતી જોઈએ. આમ આદમી પાર્ટીનું ખાતું નહી ખૂલે અને મુખ્યમંત્રીના નામ જાહેર કરે છે. કોંગ્રેસની જીત નક્કી છે, અમારી સરકાર બનશે. તો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન મામલે ભરતસિંહે કહ્યું કે, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અબજોપતિ છે. કોંગ્રેસની વિચારધારા સાથે આપના કોઈ કાર્યકર જોડાય તો આવકારીશું તે વાત હતી, પરંતું કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન નહીં કરે.