પાલનપુર : કાંકરેજનાં થરા પોલીસ સ્ટેશન પાસે રાધનપુરથી પાલનપુર આવતું કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. જેના પગલે કેમિકલ રોડ પર અને આસપાસનાં વિસ્તારોમાં ફેલાઇ ગયું હતું. ત્યાર બાદ અચાનક ટેન્કરમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે આગની ઝપટે બે ગાડી અને રોડ પર રહેલી દુકાનો પણ ચડી ગઇ હતી. ઢોળાયેલા કેમિકલમાં જોત જોતામાં આગ લાગી ગઇ હતી. જેના પગલે ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: શાહ આલમહિંસા મુદ્દે શહેઝાદ ખાનને માત્ર 5 કલાકનાં શરતી જામીન

થરાની બહુચર હોસ્પિટલ સામે થરા પોલીસ સ્ટેશન પાસે કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ ફાલી નીકળી હતી. આગને કાબુમાં લેવા માટે થરા ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટેન્કરનો ક્લિનર અને ડ્રાઇવરનો કોઇ પત્તો નથી. જો કે અકસ્માતનાં પગલે તેઓ ભાગી ગયા હોય તેવી શક્યતા સેવવામાં આવી રહ્યા છે. આગને પગલે સમગ્ર હાઇવે પર ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો. જેનાં પગલે તોડા સમય માટે વન વે કરવામાં આવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube