મૌલિક ધામેચા/અમદાવાદ: બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના કેમિકલ કાંડ મુદ્દે આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. DGP એ સમગ્ર કેસનું સુપરવિઝન SP કક્ષાના 2 અધિકારીઓને સોંપ્યું છે. જેમાં બરવાળા, ધંધુકા અને રાણપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુના નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DGPના આદેશ પ્રમાણે, બરવાળા અને રાણપુર કેસનું સુપરવિઝન સ્ટેટ મોનીટરીંગ સેલના SP નિલિપ્ત રાય કરશે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં નોંધાયેલ ગુનાનું સુપરવિઝન SCRBના પોલીસ અધિક્ષક જ્યોતિ પટેલ કરશે. 



ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં રાજ્યની પોલીસે દેશી અને વિદેશી દારૂ પકડવા કરેલી કામગીરી અને લિસ્ટેડ બુટલેગરોની યાદી નીચે મુજબ છે.


રોજીદ ગામના ગ્રામજનોની અનોખી મુહિમ
કેમિકકાંડ બાદ રોજીદ ગામના ગ્રામજનો કેમિકલકાંડ બાદ અનોખી મુહિમ ચલાવવા જઈ રહ્યા છે. ગ્રામજનો સ્વૈચ્છિક વ્યસનમુક્તિ માટે અભિયાન ચલાવશે. આવતીકાલે (રવિવાર) સમસ્ત ગામ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલી કાર્યક્રમ દરમ્યાન દારૂ નહિ પીવાના શપથ લેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube