જયંતી ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર છબીલ પટેલે કબુલ્યો ગુનો
જયંતી ભાનુશાલી હત્યા કેસમાં છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપી છબીલ પટેલની આખરે અટકાયત થઈ છે. હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર છબીલ પટેલને તેનો પુત્ર સિદ્ધાર્થ પટેલ વિદેશની ટિકિટ કરાવી આપી ભગાડી દેતો હતો.
મૌલિક ધામેચા, અમદાવાદ: જયંતી ભાનુશાલી હત્યા કેસમાં છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપી છબીલ પટેલની આખરે અટકાયત થઈ છે. હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર છબીલ પટેલને તેનો પુત્ર સિદ્ધાર્થ પટેલ વિદેશની ટિકિટ કરાવી આપી ભગાડી દેતો હતો. તાજેતરમાં જ સિદ્ધાર્થ પટેલને પણ એસઆઇટીએ પકડી લઈ મહત્વનો ખુલાસો કર્યો હતો. હવે પોલીસે હત્યા અંગેના કાવતરાનો પર્દાફાશ કરવા છબીલ પટેલની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં છબીલ પટેલે ગુનાની કબૂલાત કરી છે.
વધુમાં વાંચો: પીએમ મોદી રાજકોટથી લડી શકે ચુંટણી? ભાજપના 2 નેતાઓએ આપ્યું અલગ અલગ નિવેદન
જ્યંતી ભાનુશાળી હત્યા કેસમાં ફરિયાદી ભત્રીજા સુનિલ ભાનુશાળીએ છ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા EX ML છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે છબીલ પટેલ હત્યાના થોડા સમય પહેલાં જ વિદેશ ફરાર થઈ ગયો હતો. અને પોલીસ તેની તપાસ માટે ભુજ અને અમદાવાદ સ્થિત નિવાસ્થાને ભાગેડુ જાહેર કરી પછી પકડવા પ્રયાસો કરી રહી હતી.
ગુજરાતની આ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે અમિત શાહ
ફરિયાદમાં નામ
છબીલ પટેલ, સિધાર્થ પટેલ, મનીષા ગૌસ્વામી, સુરજિત ભાઉ અને તેના મળતીયાઓ, જ્યંતી ઠક્કર ઉર્ફે ડુમરા, પત્રકાર ઉમેશ પરમાર
પકડાયેલા આરોપીઓના નામ
- શશીકાંત કામલે - શૂટર
- અશરફ શેખ - શૂટર
- વિશાલ કામલે - શૂટર (યરવાડા જેલ માંથી ટ્રાન્સફર વોરંટથી લાવ્યા હતા)
- સિદ્ધાર્થ પટેલ - છબીલનો પુત્ર
- રાહુલ પટેલ - છબીલ પટેલના ફાર્મ હાઉસમાં હતાં
- નીતિન પટેલ - છબીલ પટેલના ફાર્મ હાઉસમાં હતાં
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: ભાજપ દ્વારા હોદ્દેદારોના લેવામાં આવશે સેન્સ
પોલીસે પકડથી દુર આરોપી
- મનીષા ગૌસ્વામી
- સુરજીત ભાઉ
- પત્રકાર ઉમેશ પરમાર
આરોપી છબીલ પટેલ છેલ્લા દોઢેક મહિનાથી મસ્કત વિદેશમાં નાસી ગયો હતો. બાદ બાદમાં છબીલ પટેલ પુત્ર સિદ્ધાર્થ પટેલ પોલીસે પૂછપરછ માટે બોલાવી તમામ હકીકતો મેળવી લીધી હતી અને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પરથી એતિહાદ ફ્લાઇટમાંથી ઉતરતા જ અટકાયત કરી લીધી હતી. હાલમાં અમદાવાદની પશ્ચિમ રેલવેની ઓફિસ ખાતે છબીલ પટેલ પૂછપરછ પણ થઈ રહી છે. ત્યારે આવનારા દિવસોમાં અનેક નવા ખુલસાઓ થઈ શકે છે.
વધુમાં વાંચો: રૂપિયા 3000 કરોડમાં યુરો સ્ટાર ડાયમંડ કાચી પડતા ઉદ્યોગમાં ભૂકંપની સ્થિતિ
એસઆઇટીની ટીમ હાલ છબીલ પટેલને એ બાબતે પૂછપરછ કરી રહી છે કે હત્યાના ષડયંત્ર માટે 30 લાખની સોપારી આપ્યા પછી તેઓ ક્યા ફરાર થઇ ગયા હતા. અને આ કેસમાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે સાથે જ જયંતી ભાનુશાળીની હત્યા કરવા પાછળ મુખ્ય કારણ શું હોઈ શકે છે. જોકે, આ વચ્ચે CID ક્રાઇમના DIG આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
વધુમાં વાંચો: મળો આ ગુજરાતની પેડ ગર્લને, ગરીબ યુવતીઓ માટે શરૂ કર્યું આ અભિયાન
આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે, બાતમીના આધારે અમારા અધિકારીઓએ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છબીલ પટેલની ધરપકડ કરી હતી. અને હાલમાં તેની પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે. ત્યારે તેની પાસેથી મેળેલા એક કપડાની બેગ, મોબાઇલ, ક્રેડિટ કાર્ડ- ડેબીટ કાર્ડ સહિતની સામન્ય વસ્તુઓ મળી આવતા તેને જપ્ત કરી લેવામાં આવ્યો છે.
વધુમાં વાંચો: અરવલ્લી જિલ્લામાં 600 જેટલા તળાવો સુકાભઠ્ઠ, ખેડૂતો માટે પાણીની મોટી સમસ્યા
હાલમાં તેને ભૂજ કોર્ટમાં હાજર કરી તેના રિમાન્ડ લેવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. સાથે સાથે પ્રાથમિક પૂછપરકમાં તેણે ગુનાની કબુલાત કરી છે અને કઇ રીતે કાવતરૂ ઘડ્યું, કઇ રીતે શૂટર સાથે સંપર્ક કર્યો અને કઇ રીતે ગુનાને અંજામ આપ્યો તેની વિગતવાર રિમાન્ડ દરમિયાન પુછપરછ કરવામાં આવશે.