મંત્રી બચુ ખાબડનું અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નિવેદન, ભુવાને ગણાવ્યા જ્યોતિર્વિદ
ભુવાનો હવાલો આપીને બચુ ખાબડે ચોમાસુ સારૂં જવાની ભવિષ્યવાણી કરી છે.
છોટાઉદેપુરઃ રાજ્ય કક્ષાના પશુપાલન મંત્રી બચુ ખાબડે અંધશ્રદ્ધા ભર્યું નિવેદન આપ્યું છે. બોડેલી ખાતે કિસાન કલ્યાણ મહોત્સવ કાર્યક્રમમાં બચુ ખાબડે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નિવેદન આપ્યું છે. બચુ ખાબડે ભુવાને જ્યોતિર્વિદ ગણાવ્યો છે. ભુવાનો હવાલો આપીને બચુ ખાબડે ચોમાસુ સારૂં જવાની ભવિષ્યવાણી કરી છે. બચુ ખાબડે ખેડૂતોને કહ્યું કે અખાત્રીજના દિવસે ભુવો ધુણે છે અને કહી દે છે કે ખેતી કેવી થવાની છે. હું પણ ભુવાનો દીકરો છું, ઘણું પાકવાનું છે, તેથી ચિંતા છોડી દો. આમ એક તરફ લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે ખુદ સરકારના મંત્રી બચુ ખાબડ લોકોને અંધશ્રદ્ધાના મુખમાં ધકેલી રહ્યા છે.