છોટાઉદેપુર: છોટા ઉદેપુરમાં ભર શિયાળે માગશર માસમાં કેસુડો ખીલી ઉઠતા કૂતુહલ સર્જાયું છે. સામાન્ય રીતે ફાગણ માસમાં કેસુડો ખીલતો હોય છે. પરંતુ છોટા ઉદેપુરમાં કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય ફેલાયું છે. કેસુડો ચામડીના રોગોને મટાડવા માટે ખુબ જ ઉપયોગી હોય છે. જેથી મોટી કંપનીઓ હોળીના રંગ બનાવવા માટે કેસુડાનો ઉપયોગ કરતી હોય છે. સાથે પાણીમાં કેસુડો પલાળી સ્નાન કરવાથી ચામડીના રોગ પણ મટતા હોય છે. પરંતુ સમય કરતા વહેલો કેસુડો ખીલતા લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. છોટા ઉદેપુરના વિશાળ જંગલમાં ત્રણ મહિના પહેલાં જ આ વખતે કેસૂડો ખીલેલો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટા ઉદેપુર પંથક માં ભર શિયાળે કેસુડો ખીલી ઉઠ્યા ફાગણ માસમાં જંગલોની શોભા વધારતો કેસુડો માગશર માસમાં દેખાતા કુતુહલ સર્જાયું છે. જી હા... છોટા ઉદેપુર તાલુકાના જંગલ વિસ્તારોમા કેસુડાનું આગમન ભારે અચરજ ભરી વાત છે કારણ કે ફાગણ માસમાં કેસુડો ખીલી ઉઠતો હોય જેની જગ્યાએ ભર શિયાળે ઠંડીના ચમકારાની વચ્ચે કેસુડો જોવા મળતા સમગ્ર પંથકમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. 


દર 10માંથી 7 બાળકોને હોય છે આંખોની તકલીફ, શું છે કારણો? જાણો શું કહે છે નિષ્ણાતો


આ પણ વાંચો: રોબોટિક એન્જિનિયરિંગ શું છે? જાણો આ અદભુત ફિલ્ડમાં કારકિર્દી બનાવવાના ફાયદા


આ પણ વાંચો: આ વાસણોમાં ભોજન રાંધવાથી અન્ન બની જાય છે અમૃત, આર્યુવેદમાં છે ઉલ્લેખ


આજનો માનવી અન્ય દવાઓ પર આધાર રાખીને બેઠો છે. પરંતુ જો આ રીતની ઔષધિનો ઉપયોગ કરવામાં આવે તો કોઈ આડઅસર વગર લોકોના ચામડીરોગનું નિદાન થઈ શકે તેમ છે. છોટા ઉદેપુરના વિશાળ જંગલોમાં ત્રણ મહિના અગાઉથી કેસુડાએ દેખા દીધી છે. જેથી પંથકની પ્રજામાં આશ્ચર્ય ફેલાયું હતું.