છોટાઉદેપુર: સતત વરસાદને કારણે ઓરસંગ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ
સતત બીજા દિવસે પણ છોટાઉદેપુરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઇ જીલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી સહિતનની તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થતિ છે. ઉપરવાસમાં પણ થઇ રહેલા સારા વરસાદને પગલે આજે સતત બીજા દિવસે ઓરસંગ નદીમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે.
જમીલ પઠાણ/છોટાઉદેપુર: સતત બીજા દિવસે પણ છોટાઉદેપુરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઇ જીલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી સહિતનની તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થતિ છે. ઉપરવાસમાં પણ થઇ રહેલા સારા વરસાદને પગલે આજે સતત બીજા દિવસે ઓરસંગ નદીમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે.
છોટાઉદેપુર માંથી પસાર થતી આજે ઓરસંગ આજે ફરી બે કાંઠે વહી રહી છે. જેને જોવા પુલ ઉપર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે, ઓરસંગના પ્રવાહ સાથે લોકો સેલ્ફી લઇ રહ્યા છે. આનાકાદાની વાત કરીએ તો આજે દિવાસ દરમિયાન છોટાઉદેપુર, જેતપુરપાવી અને સંખેડામાં બે ઇંચ વરસાદ નોધાયો છે તો નસવાડીમાં અઢી ઇંચ, અને બોડેલીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોધાયો છે.
પોલીસના ઘરમાં ચોરી: નશાબંધી શાખાના CPD વેરહાઉસમાંથી ચરસનો જથ્થો ચોરી
જુઓ LIVE TV :
જીલ્લામાં સૌથી વધુ કવાંટમાં સાત ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે, વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે તો લો લેવલ કોઝવે ઉપરથી પાણી વહેતું હોય ત્યારે કોઝવે ઉપરથી પસારના થવા અપીલ કરવામાં આવી છે.