છોટાઉદેપુર : છોડાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની સોશિયલ મીડિયા પર પોતાની કોમેન્ટના કારણે ટ્રોલ થઇ ગયા છે. ગીતાબેન સોશિયલ મીડિયામાં એક વ્યક્તિનાં અનામતના મુદ્દે જવાબ આપીને ટ્રોલ થઇ ગયા છે. તેમણે અનામત અંગે કરેલી એક કોમેન્ટ પર એક વ્યક્તિએ શેર કરવાની સાથે કોમેન્ટ કરી હતી. જે પોસ્ટ લોકોમાં ચર્ચાનો વિષય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માથાભારે પુત્રવધુ: નિવૃત પોલીસ અધિકારીને છુટ્ટી ટોપલી મારીને માથુ ફાડી નાખ્યું આવ્યા 10 ટાંકા

ભાજપના આદિવાસી મહિલા સાંસદ ગીતાબેન રાઠવા ફેસબુક પર પોતાની એક કોમેન્ટનાં કારણે બધા જ ચર્ચામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના તેમના મતવિસ્તાર ડભોઇ માટે કોરોના વાયરસની મહામારી દરમિયાન ઉકાળા વિતરણ તેમજ અન્ય કાર્યક્રમનો વીડિયો ફેસબુક પર શેર કર્યો હતો. જેમાં એક વ્યક્તિએ અનામત અંગે કેટલાક સવાલ કર્યા હતા. તેણે લખ્યું કે, અનામત ખતમ કરવાની દિશામાં સરકાર, કોર્ટ દ્વારા અનેક નિર્ણયો આપવામાં આવી રહ્યા છે. તે અંગે આદિવાસી નેતાઓ શા માટે તેનો વિરોધ નથી કરતા ? જો વિરોધ કર્યો હોય તો તેનું પરિણામ શું આવ્યું તે જણાવવા કષ્ટ કરશો.


બેવડી નીતિ? પોલીસે રથયાત્રાને મંજૂરી નથી આપી પરંતુ બંદોબસ્તની અભુતપૂર્વ તૈયારી શરૂ

આના કારણે ઉશ્કેરાયેલા સાંસદે જવાબ આપતા લખ્યું હતું કે, તુ તારા ગામમાં પહેલા કોઇ સેવા કાર્ય કર પછી બીજા લોકોને આંગળી કર. જેના કારણે સોશિયલ મીડિયા પર તેઓ ટ્રોલ થઇ ગયા હતા. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube