NavsariHeavy Rains: હવે વાત નવસારી જિલ્લાની કરીએ જેવી રીતે વલસાડમાં ઔરંગા નદીના પાણીએ કહેર વર્તાવ્યો એવી રીતે નવસારી જિલ્લામાં કાવેરી નદીના રૌદ્ર સ્વરૂપે હાહાકાર મચાવ્યો છે. કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ ગાંધીનગરથી વલસાડ અને નવસારીની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખોમાં છે એલર્ટ! પરેશ ગોસ્વામીએ કહ્યું; 5 દિ' વરાપ, પછી સર્જાશે ભારે લો પ્રેસર


જેવી રીતે વલસાડમાં ઔરંગા નદીએ તબાહી મચાવી એવી જ રીતે નવસારીમાં કાવેરી નદી રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. કાવેરી નદીના પાણી ગામમાં ઘૂસ્યા હોવાનો આ આકાશી પુરાવો જુઓ. આ દ્રશ્યો સ્પષ્ટ રીતે કહી રહ્યા છેકે, પાણીના પ્રવાહ સામે જે કોઈ પણ આવશે એ માચીસની સળીની જેમ ફંગોળાય જશે. કાવેરી નદીએ આખા નવસારી જિલ્લામાં પાણી પાણી કરી દીધું છે.


આ આગાહી તો સાચી પડી,હવે અંબાલાલની ફરી નવી આગાહી! જાણો ગુજરાત પર કયું મોટું સંકટ આવશે


નવસારી જિલ્લામાં અંબિકા, પૂર્ણા અને કાવેરી સહિત ઘણી નદીઓ વહે છે. જોકે, હાલ નવસારી પર ખતરો અંબિકા અને કાવેરી નદીનો છે.. સૌથી પહેલાં તમે નવસારીના બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારના આ દ્રશ્યો. બીલીમોરાના દેગામવાળાની ચાલ, વાડિયા શિપયાર્ડ વિસ્તારમાં લોકોના ઘરમાં નદીનું પાણી ઘૂસી ગયું છે. ઘરમાં પાણી ભરાવાના કારણે લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા હતા.


દક્ષિણ ગુજરાતમાં આફત બન્યો વરસાદ! આ જિલ્લામા ચારેબાજુ તબાહી જ તબાહી, જનજીવન પ્રભાવિત


બીલીમોરા શહેરના દેસરા વિસ્તારની પણ હાલત આવી જ છે. દેસરા વિસ્તારમાં કુંભારવાડા દરગાહ રોડ પર ગોઠણ સુધી પાણી ભરાયા હતા.. ઘાંચીવાડ, મેમણવાડ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.. જોકે, આ સિવાય પણ અનેક પરિવારો પાણી વચ્ચે રાત વિતાવવા માટે મજબૂર બન્યા હતા.. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. દેસરાના ભાઠા વિસ્તારમાં મહિલાની તબિયત અચાનક બગડતાં મહિલાનું બોટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.. મહિલાને બોટમાં રેસ્ક્યૂ કરીને બીલીમોરા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.


Mukesh Ambani ની યૂઝર્સને ભેટ, ડેલી 2GB ડેટાની સાથે ઉતાર્યો Jio નો સૌથી સસ્તો પ્લાન


ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવસારીમાં અંબિકા અને કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી હતી.. જેના કારણે નવસારીના ખાસ કરીને બીલીમોરા સહિત 14 જેટલા ગામોમાં પૂરની અસર થઈ હતી.. ગણદેવી તાલુકા ભાજપના અગેવાનો સાથે ધારાસભ્ય નરેશ પટેલે પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી.. નરેશ પટેલે સ્થળાંતરિત કરાયેલા લોકોના ભોજન અને આરોગ્યની સુવિધાની માહિતી પણ મેળવી હતી.. 


W, W, W, W...ગજબનો રેકોર્ડ; 1 ઓવરમાં 5 વિકેટ, તમામ ફોર્મેટમાં હેટ્રિક, કોણ છે બોલર?


આ સિવાય ધારાસભ્ય નરેશ પટેલે ઘોલ ગામની પણ મુલાકાત લીધી હતી. ઘોલ ગામમાં અંબિકા નદીના પાણી ફરી વળ્યા હતા જેના કારણે આખુ ગામ બેટમાં ફેરવાય ગયું હતું.. ધારાસભ્ય નરેશ પટેલે ટ્રેક્ટરમાં બેસીને ઘોલ ગામના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા.. ઘોલ ગામ અંબિકા નદીના કિનારે આવેલું હોવાથી આંબાની વાડીઓમાં પણ નદીના પાણી ઘૂસી ગયા હતા.. 


દેવભૂમિ દ્વારકામા પ્રેમલગ્નનો કરૂણ અંજામ; વિધર્મી યુવતી સાથે લગ્ન કરનાર યુવકની હત્યા


સોમવારે વરસાદી પાણીની સૌથી વધારે અસર વલસાડ અને નવસારી જિલ્લામાં થઈ હતી.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંને જિલ્લાઓની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. રાહતની વાત એ હતી કે, બપોર થતા થતા નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો હતો. આ સિવાય કાવેરી અને અંબિકા નદીનું જળસ્તર ઘટતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. કાવેરી અને અંબિકા નદીએ નવસારીના 20થી વધુ ગામોને બાનમાં લીધા હતા. 20 ગામમાંથી એક હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ વર્ષે મેઘરાજાએ રીતસરની ધડબડાટી બોલાવી છે.. હવે જોવું એ રહ્યું કે ચોમાસાના અંત સુધીમાં અનરાધાર ખાબકતો વરસાદ કેટલી તબાહી મચાવશે.