અમદાવાદઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં રોજગારી માટે વસેલા અન્ય રાજ્યોના અંદાજે ૧૪ લાખથી વધુ  શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે ભારતીય રેલવેના ગુજરાત પ્રદેશના ચાર રિજિયોનલ મેનેજરનું   પ્રશસ્તિ પત્રથી સન્માન કર્યું હતું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ઔદ્યોગિક વિકાસની સફળતાને પગલે વિવિધ રાજ્યોમાંથી રોજી-રોટી માટે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં વસેલા લાખો શ્રમિકોને કોરોનાના સમયમાં લોકડાઉનને કારણે તેમના ઘર પરિવાર  પાસે વતન રાજ્યમાં પહોંચાડવાના રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમમાં રેલ્વે તંત્રએ સક્રિયતાપૂર્ણ યોગદાન આપ્યું છે


સમગ્ર રાજ્યમાંથી કુલ 999 શ્રમિક સ્પેશિયલ ટ્રેન જેમાં યુ.પી 558, બિહાર 223, ઓડિસ્સા 91, સહિતના  વિવિધ રાજ્યોમાં ટ્રેનો દ્વારા 14 લાખ 56 હજાર જેટલા પર પ્રાંતિય શ્રમિકો રાજય સરકારના વહિવટીતંત્ર અને રેલવે તંત્રના સુચારું સંચાલનમાં માત્ર 1 જ મહિનાના સમય ગાળામાં  અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોના પાલન સાથે પોતાના વતન રાજ્ય પહોચ્યા છે.


Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 485 કેસ, 30 લોકોના મૃત્યુ


મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ ઉત્તમ સેવા દાયિત્ય માટે પશ્વિમ રેલ્વેના ભાવનગર,  વડોદરા, રાજકોટ અને અમદાવાદ ડિવીઝનના ડી.આર.એમને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કર્યા હતા. 


તેમણે  દિપકકુમાર ઝા - અમદાવાદ, પરમેશ્વર ફૂંકવાલ – રાજકોટ, પ્રતિક ગોસ્વામી ભાવનગર અને દેવેન્દ્ર કુમાર - વડોદરાને તેમની ઉત્કૃષ્ટ સેવા માટે આ પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા


શ્રમ-રોજગારના અધિક મુખ્ય સચિવ અને પરપ્રાંતિય શ્રમિકો માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેનના સંકલન કર્તા શ્રી વિપુલ મિત્રા આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર