ભોપાલ :સરદાર સરોવરને લઈને મધ્ય પ્રદેશ સરકાર અને ગુજરાત સરકારની વચ્ચે તૂ તૂ-મેં મેં એટલી વધી ગઈ છે કે, મધ્ય પ્રદેશ સરકાર આકરો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. સરદાર સરોવરમાં ક્ષમતા કરતા વધુ પાણી ભરવાને કારણે મધ્ય પ્રદેશના અંદાજે 60થી વધુ ગામ સમગ્ર રીતે જળમય બન્યા છે. ડેમથી ગુજરાતે 30 દિવસમાં 136 મીટર ઊંચાઈ સુધી પાણી ભરી લેવાથી મધ્ય પ્રદેશના અંદાજે 26 હજાર પરિવાર ડૂબાણની સંકટનો સામનો કરવી રહ્યાં છે. મધ્ય પ્રદેશ સરકારે પહેલા એસીએસ અને એનવીડીએના વાઈસ ચેરમેન એમ.ગોપાલ રેડ્ડીને એનસીએ ચેરમેન તથા કેન્દ્રીય જળ સંશાધન સચિવ યુપી સિંહને પત્ર લખ્યો. બાદમાં સીએમ કમલનાથે ગુજરાત સરકારને પત્ર લખ્યો, પણ પરિણામ શૂન્ય રહ્યું. 


ગુજરાત માટે 2019નું ચોમાસુ ફળદાયી બન્યું, 109.99 ટકા વરસાદથી 72 જળાશય છલકાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેકવાર કરાયેલ આદેવન નિવેદન પર ગુજરાત સરકારે મચક ન આપી. બંને ગુજરાત દ્વારા તોડાયેલ વાયદા પર ખેદ વ્યક્ત કર્યો છે. તેમાં એનસીએ દ્વારા 10 મે, 2019ના રોજ ડેમ ભરવાના શિડ્યુલનો ઉલ્લેખ છે. ગુજરાતે તેનુ પાલન કર્યું નથી. આ પહેલા ગુજરાતની મનમાનીને કારણે બડવાનીના નાના બડદામાં, જ્યાં નર્મદા બચાઓ આંદોલનના મેઘા પાટકર ઉપવાસ પર બેસ્યા હતા, ત્યાં સુધી બેકવોટર પહોંચી ગયું છે. આજે ફરી મેઘા પાટકર સીએમ કમલનાથ સાથે મુલાકાત કરશે. 


ભૂપેન્દ્ર ચૂડાસમાએ હાઈકોર્ટની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો, આજે કોર્ટમાં માફી માંગી


ઊંઝા : મા ઉમિયાની ઉછામણીમાં 65 કરોડની રકમ એકઠી થઈ, જુઓ સૌથી વધુ બોલી કોણે અને કેટલી લગાવી


મધ્ય પ્રદેશ સરકાર આ મામલાને લઈને આરપારના મૂડમાં છે. નર્મદા ઘાટી વિકાસ મંત્રી સુરેન્દ્ર સિંહ હની બઘેલ આ સમગ્ર મામલાને લઈને એક તરફ, જ્યારે કે પૂર્વની બીજેપી સરકાર પર પુર્નવાસની ખોટી માહિતી આપવાનું ઠીકરુ ફોડી રહ્યાં છે. તો બીજી તરફ ગુજરાત સરકારના વલણ પર કડક નિર્ણય લેવાની તૈયારીની વાત કરી રહ્યાં છે. પછી ભલેને પાણી કેમ રોકવુ ન પડે. તો ખુદ મુખ્યમંત્રી કમલનાથ ગુજરાત સીએમ વિજય રૂપાણી સાથે આ મામલે વાતચીત કરી રહ્યાં છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :