લાલજી પાનસુરીયા/અમદાવાદ : આણંદ જિલ્લાના પંડોળી ગામના હિતેન નામના આઠ વર્ષના બાળકની ચિંતા કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી વાત થોડા દિવસ પહેલા પંડોળી ગામના દિનેશભાઇના દીકરા હિતેનને રોડ સાઈડ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી તેની સારવાર માટે કરમસદ સ્થિત કિષ્ના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતો. ખર્ચ વધારે હોવાથી અને માં બાપની પરિસ્થિતિ સારી નહી હોવાથી હોસ્પિટલે માનવતાના ધોરણે મદદની લોકોને અપીલ કરી હતી. આ વાત મુખ્યમંત્રી સુધી પહોંચતા તેવો  મુખ્યમંત્રી દ્રારા પ્રથમ હોસ્પિટલ સત્તાવાળા અને ત્યાર બાદ હિતેનના પિતા સાથે વાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકવાદ વિરોધી કાયદો 16 વર્ષ બાદ અમલી, પોલીસની પકડ મજબુત બનશે


હિતેનના પિતા કડિયા કામ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. નાની આવકને કારણે દીકરાના દવાખાનાનો ખર્ચ ઉપડવો શક્ય ના હોય ત્યારે હોસ્પિટલના સત્તવાળાને આ વાત કરી હતી. કિષ્ણા હોસ્પિટલ દ્રારા એક મદદની જાહેર કરવામાં આવી હતી કે આ બાળકને આઈસીયુમાં હોય અને તેનો ખર્ચ એક લાખ નેવું હાજર જેટલો થાય છે. તેઓ મદદ કરવાની અપીલ કરવામાં આવી હતી. આ વાત મુખ્યમંત્રીના કાન સુધી પહોંચતા તુરંત હિતેનની તમામ સારેવારનો ખર્ચ રાજય સરકાર ઉપાડશે તેવી વાત હિતેનના પિતા અને હોસ્પિટલ વાળાને કરી હતી.


સંસ્કૃતી ભુલીને સ્મૃદ્ધિનું પ્રદર્શન ? ગીતા મંદિરનો ઐતિહાસિક દરવાજો તોડી પડાયો !


અહી પોલીસ હવે દંડ નહી વસુલે પરંતુ પૈસા લઇને હેલમેટ લાવી આપશે


સામાન્ય  છૂટક કામ કરી જીવન નિર્વાહ કરતા દિનેશ ભાઈને  સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે જીવનમાં ક્યારે મુખ્યમંત્રી તેની સાથે વાત કરશે અને તે પણ પોતાના વ્હાલસોયા દીકરાના ખર્ચ ઉપાડવા માટે અત્યારે પણ દિનેશભાઈ  અને તેના પરિવારની ખુશીનો કોઈ પાર નથી. કિષ્ણા હોસ્પીટ્લ અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતમાં સાચા અર્થમાં સંવેદનશીલ સરકાર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube