Independence Day: સ્વાતંત્ર્ય પર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પ્રજાજોગ સંદેશ, જાણો શું કહ્યું
આપણો દેશ ૭૫મા સ્વતંત્ર પર્વ (Independence Day) ની ઉજવણી કરી રહ્યો છે એ સ્વાતંત્રતા આઝાદીના મૂળિયા જેમણે સિંચ્યા છે એવા આઝાદીના તમામ લડવૈયાઓ- કાંતિકારીઓ અનેક નામી અનામી શહીદો, પુણ્યાત્માઓનું આજના દિવસે સ્મરણ કરીને આપણે એમને વંદન કરીએ છીએ.
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ૭૫મા સ્વાતંત્ર્ય પર્વએ રાજ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવીને‘માં ભારતીની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર એ વીર શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓના પરિશ્રમની પરાકાષ્ઠાએ આપણે આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ ૭૫ વર્ષની ઉજવણી કરવા એકદમ બડભાગી બન્યા હોવાનું જણાવ્યું છે. આપણે સૌ સંકલ્પ કરીએ, કે ‘આપણું ગુજરાત (Gujarat) સલામત-સુખી-સમૃદ્ધ-સશક્ત અને દિવ્ય બનાવીએ તેમજ ભવિષ્યની પેઢી અને એના સપનાઓને સાકાર કરીએ. મુખ્યમંત્રી (CM) એ આ સ્વતંત્રતા પર્વ આપણા માટે આઝાદીનો અમૃત મહોત્સવ બનીને રાષ્ટ્રભક્તિથી તરબતર થવાના અવસર તરીકે ગણાવતા રાજ્યની જનતાને સ્વાતંત્ર્ય-પર્વની પૂર્વસંધ્યાએ પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે...
Collector એ સ્થળ પરથી જ સિવિલમાં ફોન કર્યો અને ગણતરીના કલાકમાં જ લક્ષ્મણભાઈ માટે થઇ ગઇ વ્યવસ્થા
આ પ્રજાજોગ સંદેશ અક્ષરસ: નીચે મુજબ છે..
નમસ્કાર.
ગુજરાતના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
આઝાદી પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપણો દેશ ૭૫મા સ્વતંત્ર પર્વ (Independence Day) ની ઉજવણી કરી રહ્યો છે એ સ્વાતંત્રતા આઝાદીના મૂળિયા જેમણે સિંચ્યા છે એવા આઝાદીના તમામ લડવૈયાઓ- કાંતિકારીઓ અનેક નામી અનામી શહીદો, પુણ્યાત્માઓનું આજના દિવસે સ્મરણ કરીને આપણે એમને વંદન કરીએ છીએ. વર્ષોના વર્ષો અવિરત સંઘર્ષમાં બ્રિટિશરોની લાઠીઓ,ગોળીઓ ખાઈ ખાઈને વિરલાઓએ ફાંસીના તખતા ઉપર ચડીને આ મહામૂલી આઝાદી અપાવી છે.
ખુદીરામ બોઝ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, વીર સવારકર, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક જેવા અનેક લોકોએ આઝાદીની લડતનું નેતૃત્વ કરીને, બ્રિટિશરો સામે લડીને દેશને ગુલામીમાંથી સ્વતંત્ર કર્યો છે.
માં ભારતીની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર એ વીર શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓના પરિશ્રમની પરાકાષ્ઠાએ આપણે આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ ૭૫ વર્ષની ઉજવણી કરવા એકદમ બડભાગી બન્યા છે.આ સ્વતંત્રતા પર્વ, આપણા માટે આઝાદીનો અમૃત મહોત્સવ બનીને રાષ્ટ્રભક્તિથી તરબતર થવાના અવસર તરીકે આવ્યું છે.
Vijay Rupani એ કહ્યું, 'વન મિલિયન પ્લેજ ફોર ઓર્ગન ડોનેશન ચળવળ રાજ્યને અંગદાન ક્ષેત્રે અગ્રેસર બનાવશે'
અનેક લોકોએ જે પોતાની જાનની આહુતિ લગાવી તેવા સૌ કોઈએ આ દેશની આઝાદી પછીનું એક ભવ્ય ચિત્ર , સ્વપ્ન કે જેમાં આ દેશની પેઢી એ આ દેશને પરમ વૈભવનુ શિખર પ્રાપ્ત કરાવશે. ભારતમાતા એ સર્વત્ર, વિશ્વવ્યાપી જગત જનની બનશે એવા સ્વપ્ન સેવ્યા હતા. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવમાં કરોડો ભારતવાસીઓને પ્રત્યેક પ્રાંત, પ્રદેશની સાથે મળીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના ધ્યેયથી જનઉત્સવ બનાવવા માટે ‘સંકલ્પ થી સિધ્ધી’ તરફ આગળ વધવા માટે હાકલ કરી છે.
આપણને જેણે આઝાદી અપાવી તેવા સપૂતોની સ્મૃતિ, એમના સપના સાકાર કરવા માટેનો આ એક અમૃત મહોત્સવ છે. આઝાદીની લડત વખતે મંત્ર હતો, ‘ડાઈ ફોર ધ નેશન...’ આ દેશ માટે મરવાનું છે... હવે મંત્ર છે ‘લિવ ફોર ધ નેશન...’પ્રત્યેક ભારતવાસીઓને દેશ માટે જીવી જાણવાનું છે અને પ્રત્યેક કાર્ય દેશ માટે કરવાનું છે. આવનારા વર્ષનું ભારત ભવિષ્યનું ભારત જગતગુરુ બને અને સદાકાળ ભારત આત્મનિર્ભર બને એ કર્તવ્ય અદા કરવાનું છે.
આવનારા દિવસો આપણા છે, આગામી સદી પણ ભારત (India) ની છે. એવા દ્રઢ નિર્ધાર સાથે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉધોગ એવા અનેક ક્ષેત્રોમાં વિશ્વના વિકસિત દેશો સામે હરીફાઈમાં ભારત પણ શ્રેષ્ઠ બનવા આગળ વધવાનું છે.
આઝાદી નો ‘અમૃત મહોત્સવ’ એ દિશામાં આપણને સંકલ્પબદ્ધ થવાની પ્રેરણા આપે છે. આપણે સૌ કરોડો ગુજરાતીઓ, ગુર્જરવાસીઓ આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણીમાં સહભાગી થવાનું છે.ગુજરાતની અવિરત વિકાસ યાત્રા આદરણીય પ્રધાનમંત્રીએ શરૂ કરાવી છે તેને અડીખમ રાખીને ‘ઉત્તમ થી સર્વોત્તમ ગુજરાત’ બનાવવું છે.
સશક્ત ભારત માટે સશક્ત ગુજરાત (Gujarat) ની નેમ સાથે વિકાસના નવા બેન્ચમાર્ક સર કરવા છે. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે ગૌરવ સાથે કહેવું છે, આપણી આ સરકારે સત્તાને વટ કે ગુમાન નહીં, વિનમ્રતા અને જનસેવાના અનેકવિધ કામોથી ગુજરાતને આગળ વધાર્યું છે... કશી કસર છોડી નથી...સત્તા એ,સેવાનું સાધન છે. એવા નમ્ર ભાવથી અમે લોકો અહી પ્રતયેક ક્ષણ,પળ પળ ગુજરાત (Gujarat) ના સર્વગ્રાહી વિકાસ માટે સમર્પિત છીએ...ગરીબ, વંચિત, પીડિત , શોષિત, મહિલા , ખેડૂત ગામડુ,મજદૂર સૌના વિકાસનો મંત્ર એ જ લક્ષ્ય છે.
‘સૌનો સાથ સૌનો વિકાસ’ એ હેતુ છે, વિકાસની રાજનીતિનો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે માર્ગ પ્રશસ્ત કર્યો છે એ જ માર્ગે ચાલીને સરકારે હમણાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. પાંચ વર્ષ આપણી સરકારના, ‘ સૌના સાથથી સૌના વિકાસના’ એ ઉજવણી નહોતી. પરંતુ સેવાયજ્ઞ હતો. લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટાયેલી સરકારનું દાયિત્વ અને જવાબદારી છે કે, પ્રજાહિતના લોક કલ્યાણના કામોનું સરવૈયું પ્રજાને આપવું જોઈએ.
દૂધ નહીં આપતાં PM અને CM ને કરી રજૂઆત, 'હું ગરીબ છું એટલે ધક્કા ખાવા પડે છે મોદી સાહેબ'
ભાઈઓ-બહેનો, કોરોનાના આ કપરા કાળમાં આપણે ગુજરાતમાં તમામ ગુજરાતીઓને આપણે બચાવ્યા છે.
સાડા આઠ લાખ ગુજરાતી (Gujarati) ઓને આપણે કોરોનામાંથી સાજા કરી ને ઘરે પાછા મોકલ્યા છે. સતત દોઢ વર્ષથી સમગ્ર તંત્ર કોરોનાના કપરા કાળમાં એક માત્ર લક્ષ્ય કે કોરોનાના સંક્રમણથી લોકોને બચાવવા, સંક્રમિત થયેલા લોકોને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને સાજા કરવા અને એના માટે વ્યાપક પ્રયત્નો કરીને આજે ગુજરાત બીજી લહેરમાથી સંપૂર્ણ બહાર નીકળી ગયુ છે.છેલ્લા કેટલાક દિવસોથી વીસ-પચ્ચીસ કેસ સાથે આપણે ગુજરાતને કોરોનામાં વધુ સંક્રમિત થતું અવશ્ય અટકાવ્યું છે. અને ભાઈઓ બહેનો, ભગવાનને પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેરના આવે પરંતુ ત્રીજી લહેર પણ આવે તો એને સંપૂર્ણ રીતે આપણે કોરોના સામે લડાઇ જીતવા માટે પૂરી તાકાતથી બીજી લહેરના અનુભવના આધાર ઉપર વ્યાપક તૈયારીઓ કરી છે.
‘દવાઈ ભી,કડાઈ ભી’ આ સૂત્રને લઈને લોકો કોરોનાના નિયમનું પાલન કરે, હજી કોરોના સંપૂર્ણ ગયો નથી તેમ માનીને વ્યવસ્થા કરીએ. વેકસિનેશન ઉપર આપણી તાકાત આપણે લગાવી છે કે ગુજરાતના તમામ ગુજરાતી (Gujarati) ઓ વેક્સિન લઈ લે. મને આનંદ છે કે પોણા ચાર કરોડ ડોઝ આપણે આપી ચૂક્યા છીએ.અને દરરોજ પાંચ લાખથી વધુ લોકોને ડોઝ આપવામાં આવે તે પ્રકારની વ્યવસ્થાઓ પણ વ્યાપક પ્રમાણમાં શરૂ થયેલી છે . સાથે સાથે વિકાસને પણ અટકવા દીધો નથી, રોજીંદી પ્રવૃત્તિ પણ આપણે પૂરા વેગથી ચાલુ રાખી છે.અને છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાને કારણે આપણી પ્રવૃત્તિઓમાં નિયંત્રણો હતા, એ નિયંત્રણોને આજે ધીરે ધીરે દૂર કરીને પૂર્વવત પરિસ્થિતિને લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ.
છેલ્લા લગભગ દોઢ વર્ષમાં ૩૦ હજાર કરોડના વિકાસના કામો આપણે ચાલુ રાખ્યા છે...અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્તો પણ થયા છે... પડકારોને તકમાં પરિવર્તિત કરીને ‘ન ઝુકના હૈ,પણ રુકના હૈ,કોરોના હારશે,જીતશે..’ ગુજરાતએ દિશામાં આગળ વધીએ છીએ. માર્ચ ૨૦૨૧ સુધીમાં દેશના કુલ FDIના આ ૩૭ ટકા રોકાણ એકલા ગુજરાતમાં આવ્યુ છે. ગુજરાતનો industrial growth આપણે વધારતા આવ્યા છીએ. રોજગારીના અનેક અવસરો યુવાનોને પૂરા પાડીને દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર એટલે કે ૧.૮% ગુજરાતનો છે. વિશ્વમાં આખામાં વેપાર ઉધોગની આર્થિક ગતિવિધિઓને કોરોનાની અસર પહોંચી છે પરંતુ ગુજરાતમાં આપણે એનાથી દૂર રહ્યા છીએ.
નવી ઉધોગનીતિ, નવી પ્રવાસન પ્રોત્સાહન નીતિ, નવી ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલીસી, ઈન્ટીગ્રેટેડ લોજેસ્ટીક પાર્ક પોલીસી અને તાજેતરમાં નવી વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસી જેવી પોલીસી સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે.પરંતુ ‘પથ કા અંતિમ લક્ષ્ય નહી હે, સિંહાસન ચઢતે જાના...’સબ સમાજ કો લિયે હી, સાથ મે આગે બઢતે જાના. આપણે ‘ઉત્તમ થી સર્વોત્તમ’ બનવું છે...હજુ અનેક સંકલપો નક્કી કરીને સિદ્ધિઓમાં પરિવર્તિત કરવું છે.
ગુજરાત (Gujarat) માં બેકારી, ગરીબી, ભ્રષ્ટાચારને દૂર કરવો છે... ગુજરાત (Gujarat) દેશનું ગ્રોથ એન્જિન છે, અને અત્યારે ધોલેરા SIRમા દેશનું સૌથી વિશાળ ગ્રીનફીલ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિજ્યન હોય કે પછી રાજકોટની એઈમ્સ હોય, એશિયાની વિશાળ મેડિસીટી હોય કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સીયલ એક્ટિવિટી હોય, ગિફ્ટ સિટી, સુરતનું ડાયમંડ બ્રુસ કે પછી વિશ્વ પ્રવાસનનું ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, કે હોય રમતગમત ક્ષેત્રમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ... દુનિયામાં શ્રેષ્ઠ અને સર્વોત્તમ હોય તે ગુજરાતમાં હોય તેવી પ્રતિબધ્ધતા સાથે હજુ નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત કરવા છે.
સાડા છ ગુજરાતીઓએ જે વિશ્વાસ અમારામાં મૂકયો છે તેને સાર્થક કરવા માટે કમર કસી છે. આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે આપ સૌ જનતા જનાર્દનની આશા-અપેક્ષા, અરમાન સપનાનું પ્રતિબિંબ દરેક નીતિ-રીતિ, કાર્ય રીતી પધ્ધતિથી લોકોને પોતાની સરકાર હોવાની અનુભૂતિ થાય... ‘મારી સરકાર’ની જનજનમાં લાગણી થાય તે માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે
આવો આઝાદીના આ પાવન પર્વે આપણે સૌ સાથે મળીને આત્મનિર્ભર ભારત માટે, સશક્ત ભારત માટે, શ્રેષ્ઠ ભારત માટે ગુજરાતને અગ્રેસર બનાવીને ભારતમાં ગુજરાત દ્રષ્ટાંતરુપ બને એવો આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ.
આવો,આપણે સૌ સંકલ્પ કરીએ, કે ‘પણું ગુજરાત સલામત ગુજરાત,સુખી ગુજરાત ,સમૃદ્ધ ગુજરાત, સશક્ત ગુજરાત , સંસ્કારી ગુજરાત , દિવ્ય ગુજરાત, અહિંસક ગુજરાત બનાવીએ...અને ભવિષ્યની પેઢી અને એના સપનાઓને સાકાર કરીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube