વતનમાં જઈ રહેલાં શ્રમિકોને સીએમની અપીલ, જ્યાં છો ત્યાં રહો, સરકાર કરી રહી છે ખાવા-પીવાની ચિંતા
ગાંધીનગરઃ દેશમાં કોરોના વાયરસના પગલે 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે જીવન જરૂરીયાતની વસ્તુ સિવાય તમામ વેપાર ધંધા પણ બંધ છે. ત્યારે અનેક મજૂરો કામ બંધ થવાને કારણે પગપાળા પોતાના વતનની વાટ પકડી છે. રાજ્યમાં અનેક જગ્યાએ આવા બનાવો સામે આવ્યા છે. આવી ઘટના સામે આવ્યા બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આવા શ્રમિકોને અપીલ કરી છે કે, તમે પગપાળા તમારા વતન જવા માટે ન નિકળો. ગુજરાતમાંથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં શ્રમજીવીઓ પગપાળા જઈ રહ્યાં છે.
સીએમે કહ્યું- તમારી ચિંતા સરકાર કરી રહી છે
આવા તમામ શ્રમિકોને અપીલ કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોના વાયરસથી બચવા માટે ભીડભાડ ન કરવી સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. સીએમે કહ્યું કે, ટોળામાં ન નિકળો અને જ્યાં છો ત્યાં જ રહેવું સલામત છે. સીએમે કહ્યું કે, તમારા ખાવા-પીવાની અને જીવન જરૂરીયાતોની વસ્તુની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે.
મુખ્યપ્રધાને આવા શ્રમિકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવા માટે રાજ્યના બિલ્ડર્સ એસોસિએશન, વેપારી મંડળોને વિનંતી કરી છે. સીએમે કહ્યું કે, આવા લોકોની રહેવાની જમવાની વ્યવસ્થા નક્કી કરવામાં આવે, જેથી આવા લોકોએ પોતાના વતન ન જવું પડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર