અલકેશ રાવ/થરાદ : બનાસકાંઠામાં થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ પક્ષ દ્વારા પોતાનું તમામ સામર્થય લગાવી પ્રચાર કરાઈ રહ્યો છે, ત્યારે થરાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલના સમર્થનમાં આજે થરાદની ગાયત્રી વિદ્યામંદિરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં થરાદના પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ આજે કોંગ્રેસ છોડી મુખ્યમંત્રીના હસ્તે ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે ભાજપમાં જોડાતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે માવજીભાઈના આવવાથી ભાજપને વધુ બળ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠાસરા નજીક ST બસ અને ક્રેઇન વચ્ચે ગંભીર અકસ્માત,20થી વધારે ઇજાગ્રસ્ત
જાહેરસભાને સંબોધન કરતી વખતે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ જશે, મોદીએ 370 કલમ હટાવી જેનો કોંગ્રેસ વિરોધ કરી રહી હતી 370 કલમને લીધે  41 હજાર લોકો શહીદ થયા કોંગ્રેસને હજુ વધારે શહીદ કરવા હતા ,અયોધ્યાની સુનાવણી પતી ગઈ અને ત્યાં લોકોની લાગણીથી રામ મંદિર બનશે. કોંગ્રેસે રામ મંદિર મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. 


ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું મુખ્યમંત્રી રૂપાણી કરશે ઉદ્ધાટન


RTO નું કામ વહેલા આટોપી લેજો, દિવાળીથી ભાઇબીજ સુધી બંધ રહેશે તમામ કામ
મોદીએ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કર્યા છે ચિદમ્બરમ પણ જેલમાં છે ,થરાદમાં જીવરાજભાઈને જીતડો હું વિશ્વાસ આપું છું કે થરાદના તમામ પ્રશ્નો હલ થશે.જોકે મુખ્યમંત્રીએ પશુપાલકોના પ્રશ્નો અને વિદેશી દૂધ ભારતમાં વેચવાના મુદ્દે બોલવાનું ટાળ્યું હતું.ભાજપમાં મુખ્યમંત્રીની સભામાં સાંસદ પરબત પટેલ,પ્રભારી મંત્રી ઈશ્વર પરમાર,પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી, ભાજપના ધારાસભ્યો , નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.