આય હાય!! રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકને HIV પોઝિટિવ બ્લડ ચઢાવી દેવાયું
- જાન્યુઆરી 2021માં લોહી ચઢાવ્યા બાદ બાળકનો એચઆઈવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- બ્લડ બેંક દ્વારા બ્લડ ચેક કર્યા વગર જ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલને આપી દેવામાં આવ્યું
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી સામે આવી છે. થેલેસેમિયાગ્રસ્તના બાળકને HIV પોઝિટિવ બ્લડ ચઢાવી દેવાનો આક્ષેપ ઉઠ્યો છે. મે 2020 સુધી થેલેસેમિયાગ્રસ્ત બાળકને HIV ન હતો, પરંતુ જાન્યુઆરી 2021માં લોહી ચઢાવ્યા બાદ તેનો એચઆઈવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે બાળકને બ્લડ ચઢાવ્યા બાદ એચઆઈવી થયો છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ દ્વારા બાળકના પરિવારને સાથે રાખીને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
શું થયું હતું....
બ્લડ બેંક દ્વારા બ્લડ ચેક કર્યા વગર જ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલને આપી દેવામાં આવ્યું હતું. બાદમાં હોસ્પિટલે ચેક કર્યા વગર બાળકને બ્લડ ચઢાવ્યું હતું. જેથી બાળકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ જાણતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. હોસ્પિટલની આવી બેદરકારીને કારણે પરિવારના વાહલસોયા પુત્રની જિંદગી જોખમમાં મુકાઈ છે.
આ પણ વાંચો : આઈફોન માંગનારી હીનાનો ઓડિયો થયો વાયરલ, memes તો તેના કરતા પણ ચઢિયાતા છે
કલેક્ટર કચેરીમાં ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા પિતા
મદદ તથા પોતાના પુત્રને ન્યાય અપાવવા માટે પરિવાર મેદાને આવ્યો હતો. સાથે જ રાજકોટ કોંગ્રેસના કાર્યકર્તાઓ બાળકના પરિવારને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે. કલેક્ટર કચેરીમાં આવેલા બાળકના પિતા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા હતા. સાથે જ પરિવારને માંગણી કરી હતી કે, આ કેસમાં જવાબદારો સામે પગલા લેવામાં આવે.
આ પણ વાંચો : પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસે લોકો પાસેથી નફ્ફટાઈથી માંગ્યા રૂપિયા, જુઓ વીડિયો
બાળકના પિતાએ જણાવ્યું હતું કે, મારા પુત્રની ઉંમર હાલ 14 વર્ષ છે. તે એક વર્ષનો હતો ત્યારે અમને તેના થેલેસેમિયા હોવાની જાણ થઈ હતી. ત્યારથી આજદિન સુધી તેને સિવિલની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં થેલેસેમિયાનું લોહી ચઢાવવામાં આવે છે. દર પંદર દિવસે અમારા બાળકને લોહી ચઢાવવામાં આવે છે. તેના બ્લડ સેમ્પલના અમુક રિપોર્ટ કરાવવામાં આવતા હતા તેમજ દર છ મહિને HIV ટેસ્ટ પણ થતા હતા. ત્યારે આ મહિને તેનો રિપોર્ટ એચઆઈવી પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બ્લડ ચડાવવામાં આવતું ત્યારે ફાઇલમાં તારીખ નાખવામાં આવતી અને યુનિટ નંબર નાખવામાં આવતા અને ડોક્ટરની સહી થતી. અમે ડોક્ટરને પૂછતા તેમણે જણાવ્યું કે તપાસ કરવી પડશે. HIVવાળું બ્લડ આવી ગયું હોય તો આવું થઇ શકે. ત્યારે રડી પડેલા પિતાએ રડમસ અવાજે કહ્યું કે, સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ બ્લડનું નિરીક્ષણ કર્યા વગર મારા પુત્રને ચઢાવી દીધું.