તેજસ દવે/મહેસાણા: મહેસાણાની કાવેરી સ્કૂલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની જગ્યાએ મજૂરી કરાવતા હોવાનો અહેવાલ પ્રસારિત થતાં જિલ્લા શિક્ષણ વિભાગ એકશનમાં આવ્યું છે. એક અઠવાડિયામાં શાળા પાસે ખુલાસો માંગ્યો છે. આ મુદ્દે ટીપીઓ અને બીટ નિરીક્ષકને તપાસ સોંપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળા ડિબાંગ વાદળો વચ્ચે એક મોટી આગાહી; વરસાદ કે વાવાઝોડું નહીં, આવશે આ મોટું સંક્ટ


ગુજરાતી યુવકનું કંપાવનારું મોત; કેનેડામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું કરૂણ મોત


મહેસાણા કાવેરી સ્કૂલના વિધાર્થી પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વિધાર્થીઓ પાસે સ્કૂલમાં ચણતર માટે ઈંટો ઉપડાવાનું કામ કરાઈ રહ્યું છે. મહેસાણા મોઢેરા રોડ પર કાવેરી સ્કૂલમાં બાળકો પાસે ઈંટો ઉપડવામાં આવી રહી છે. સ્કૂલના બાળકો હાથમાં ઈંટો પકડી ધાબે ચડતા હોવાનો વીડીયો સામે આવ્યો છે. જો કે સવાલ એ થાય છે કે કોઈ વિધાર્થી ઇજાગ્રસ્ત થાય તો જવાબદારી કોની? અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પાસે આ કામ કરાવવું એ કેટલું યોગ્ય?


કાવેરી સ્કૂલ દ્વારા શાળા ના જ પૂર્વ શિક્ષક અલકેશ પટેલ ઉપર વિડીયો બનાવી વાઇરલ કરવાના આક્ષેપો કરતા અલકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું. અલકેશ પટેલે જણાવ્યું કે આ વીડિયો જેને પણ બનાવ્યા અને વાઇરલ કોને કર્યા તે અગત્યનું નથી પણ હું આ બાળકોને મજૂરી કરાવી હતી તેનો સાક્ષી છું. હું ત્યાં નોકરી કરતો ત્યારની આ ઘટના છે. બાળકો પાસે બબ્બે માળ ઉપર ઈંટો ઉચકાવી મજૂરી કરાવવી એ યોગ્ય નથી. બાળકો ભણવા માટે શાળા એ આવતા હોય છે મજૂરી કરવા નહીં. શાળા માં થોડી મજૂરી બચાવવા આ પ્રકાર ની મજૂરી કરવી હતી શાળા સામે કડક કાર્યવાહી થવી જોઈએ.


PM ડિગ્રી કેસ: તુષાર મહેતા સામે લડશે અભિષેક મનુ સિંઘવી, હવે આ તારીખે થશે સુનાવણી


મહત્વનું છે કે કાવેરી સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉપાડતાં હોવાનો વીડિયો વાયરલ થતાં અમારા સંવાદદાતાએ શાળાના પ્રિન્સિપાલ અશ્વિન પટેલનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વાયરલ વીડિયો એક વર્ષ જૂનો છે... અને વિદ્યાર્થીઓએ જાતે જ ઈંટો ઉપાડીને ધાબા પર મૂકી હતી.


પંચમહાલમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના; મૃતક મહિલાના મોતનો મલાજો ન જળવાયો


સમગ્ર મામલો મીડિયા માં પ્રકાશિત થતા મહેસાણા જિલ્લા શિક્ષણ વિભાગ પણ હરકત માં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી ગૌરવ વ્યાસે તપાસના આદેશ પણ આપી દીધા છે. ટીપીઓ અને બીટ નિરીક્ષક ને આ માટે જવાબદારી પણ સોંપી દેવાઈ છે અને 1 અઠવાડિયા માં શાળા ને આ બાબતે ખુલાસો કરવા આદેશ પણ કરાયો છે. જિલ્લા શિક્ષણાધિકારી એ જણાવ્યું કે બાળકો શાળામાં ભણવા માટે આવતા હોય છે ત્યારે શાળા માં બાળકો પાસે આ પ્રકારની મજૂરી કરાવવી બિલકુલ ચાલવી લેવામાં નહીં આવે અમે તાપસ કરી યોગ્ય કાર્યવાહી કરીશું.