• પિતાને ફોન આવતા તેઓ ફોન પર વાત કરતા કરતા સાઈડ પર જતા રહ્યા હતા. ત્યારે અચાનક એક બાળકે ગાડીનો દરવાજો લોક કરી દીધો

  • પીઆઈ પટેલે બાળકને ઇશારાથી કારનો દરવાજો ખોલવા કહ્યું હતું. પરંતુ બાળક કાંઈ સમજી શક્યો ન હતો


ચેતન પટેલ/સુરત :સુરતના ઉધના વિસ્તારમાં એક ત્રણ વર્ષનો બાળક કારમાં રમી રહ્યો હતો, તે વેળાએ કાર અંદરથી અચાનક લોક થઇ ગયી હતી. થોડા સમય બાદ સ્થાનિકોએ બાળકને કારમાં જોતા જ અહીં મોટી સંખ્યામાં લોક ટોળું એકત્ર થઇ ગયું હતું. બીજી તરફ લોકો ટોળું જોઈ ઉધના પી.આઈ. પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બાદમાં કારનો કાચ તોડી બાળકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉધનામાં સાંઈ સમર્પણ સોસાયટી પાસે રહેતા મોહનલાલ પ્રજાપતિના બંને બાળકો ઘર પાસે રમી રહ્યા હતા. તે વેળાએ બાળકો તેમની કાર પાસે રમી રહ્યા હતા. ગાડી લોક ન થઇ જાય તે માટે પિતાએ પાછળનો દરવાજો ખોલીને પણ રાખ્યો હતો. અને બાદમાં તેઓને ફોન આવતા તેઓ ફોન પર વાત કરતા કરતા સાઈડ પર જતા રહ્યા હતા. ત્યારે અચાનક એક બાળકે ગાડીનો દરવાજો લોક કરી દીધો હતો. થોડીવાર બાદ બાળકને કારમાં જોતા સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા અને બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


આ પણ વાંચો : આઈફોન માંગનારી હીનાનો ઓડિયો થયો વાયરલ, memes તો તેના કરતા પણ ચઢિયાતા છે


બસ આ જ સમયે અહીંથી ઉધના પીઆઈ એમવી પટેલ પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તેમની નજર કાર અને બાળક પર પડી હતી. ઇન્સ્પેક્ટરે કાર ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર લોક હોવાથી ખૂલી ન હતી. બહારથી જોયું તો, કારની ચાવી બાળકના હાથમાં દેખાતી હતી. પીઆઈ પટેલે બાળકને ઇશારાથી કારનો દરવાજો ખોલવા કહ્યું હતું. પરંતુ બાળક કાંઈ સમજી શક્યો નહતો. જેથી બાદમાં કારનો પાછળનો કાચ તોડી બાળકને સહી સલામત બાહર કાઢવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા આસપાસ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જો કે બાળકનો હેમખેમ બચાવ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.


આ પણ વાંચો : ધોરણ 9 અને 11ની શાળા શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીએ આપ્યા મોટા સંકેત