ઉદય રંજન, અમદાવાદ: બિહારથી ગુજરાત ચાઇલ્ડ ટ્રાફિકિંગના નેટવર્કના પર્દાફાશ થયો છે. અમદાવાદ સીઆઇડી ક્રાઇમે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બિહારથી બાળમજૂરી માટે લવાયેલા 32 બાળકોને CIDએ કબજે લીધા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર સીઆઇડી ક્રાઇમ અને વિવિધ NGOએ સાથે મળીને ઓફરેશનને સફળ બનાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં કરી અરજી


પ્રાપ્ત માહિતી અનુસાર, બાળ મજૂરી માટે બિહારથી નિઝામાબાદ એક્સપ્રેસ ટ્રેન મારફતે રૂપિયા લઇને કેટલાક બાળકોને ગુજરાત મોકલવામાં આવી રહ્યાં છે. જેઓ રાતની ટ્રેનમાં અમદાવાદ પહોંચવાના છે. સીઆઇડી ક્રાઇમે અને વિવિધ NGOએ સાથે મળીને કાલુપર રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મોડી રાત્રે નિઝામાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં બાળકો અમદાવાદ પહોંચતા જ તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. 


આ પણ વાંચો:- કોરોનાથી દેશમાં 364 ડોક્ટરોના મૃત્યુ, આ મામલે સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા સ્થાને


અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 15થી 17 વર્ષના 32 બાળકો મળી આવ્યા હતા. બાળકોને હાલ કાલુપુર પોલિસ સ્ટેશને લઇ જવાયા છે. આર્થિક તંગી સર્જાતા દલાલ પાસેથી પૈસા લઇને પરિવારના સભ્યો તેમના બાળકોને મોકલે છે. સીઆઇડી ક્રાઇમે અને વિવિધ NGOએ સાથે મળીને કાલુપર રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું હતું. સીઆઇડી ક્રાઇમે ચાઇલ્ડ ટ્રાફિકિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube