રવિ અગ્રવાલ/વડોદરા: ભાવનગર ખાતે દેહવ્યાપાર માટે લઈ જવાતી ત્રણ સગીરાઓને દલાલના સંકજામાંથી પોલીસે મુક્ત કરાવી આંતરરાજ્ય ચાઈલ્ડ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. કેવી રીતે દલાલો સગીરાઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્ટએટેકથી મરતા દર્દીઓને બચાવવા ગુજરાતમાં 65 હજારની સેના તૈયાર, આ અભિયાન રંગ લાવશે!


31 માર્ચની રાત્રે કોઈ જાગૃત નાગરિકે ચાઇલ્ડ હેલ્પલાઇનને ફોન કરી એક શંકાસ્પદ ઈસમ ત્રણ સગીરા સાથે રેલવે સ્ટેશન ઊભો છે તેવી બાતમી આપી હતી. જેને લઈ ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમ સયાજીગંજ પોલીસ સાથે રેલવે સ્ટેશન પહોંચી સગીરા સાથે રહેલ ઈસમને ઝડપી લીધો અને પૂછપરછ માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. 


ગુજરાતમાં ફરી પેપર ફૂટવાની વધુ એક ઘટના! યુવરાજસિંહ જાડેજાએ કર્યો ચોંકાવનારો દાવો


આરોપી સુરેશ ઉર્ફે રાજુ જયસ્વાલને પોલીસ સ્ટેશનમાં લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતાં આરોપી સુરેશ દ્વારા એક સગીરાને મુંબઇથી તથા રાજસ્થાનના વિષ્ણુ નામના ઇસમે રાજસ્થાનથી બે દિકરીઓને લાવી ભાવનગર ખાતે લઇ જઇ એકને રૂ.60,000/- માં તથા અન્ય બે સગીરાઓને રૂપિયા 10000-10000માં સોદો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ભાવનગરના ઇસમ વિશાલ મકવાણાને આ ત્રણેય સગીરાઓને સોંપવાનુ નક્કી કરાયું હતું. આ બનાવમાં હાલ સુરેશ જયસ્વાલની ધરપકડ કરવામાં આવી છે તથા રાજસ્થાનના વિષ્ણુ તથા ભાવનગરના વિશાલ મકવાણાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.



હે ભગવાન ક્યાં છે તું? પરીક્ષામાં જવાબના બદલે આવું લખીને આવ્યો વિદ્યાર્થી...VIDEO


પોલીસ તપાસમાં સામે આવ્યું કે ત્રણેય સગીરાઓ રાજસ્થાનના એક જ ગામડાની છે, ત્રણેય સગીરાઓને આરોપી વિષ્ણુએ બાળકીઓને ફરવા લઈ જવાનું કહી ઘરેથી લઈ ગયો અને બાળકીઓનો બારોબાર સોદો નક્કી કરી દીધો. આરોપી વિષ્ણુ સગીરાઓના કુટુંબનો હોવાની માહિતી પણ પોલીસને મળી છે. પોલીસે હાલમાં ત્રણેય દિકરીઓને તેઓના વાલી વારસોને સોંપવાની તજવીજ હાથ ધરી છે...આરોપીઓને પકડવા સયાજીગંજ પોલીસની બે ટીમો રાજસ્થાન અને ભાવનગર મોકલવામાં આવી છે. જ્યાં આરોપીઓની સઘન શોધખોળ પોલીસ હાથ ધરશે.


અમદાવાદીઓ પાણીપુરી ખાતા પહેલાં સો વાર વિચારજો, આવી જગ્યાએ બને છે તમારી ફેવરિટ પકોડી


આખો મામલો આંતરરાષ્ટ્રીય ચાઇલ્ડ ટ્રાફિકીંગનો છે કે કેમ તથા આ રેકેટનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તથા અન્ય કોઈ ઇસમોની સંડોવણી છે કે કેમ તથા આ સમગ્ર રેકેટમાં કોને શું કમિશન કે લાભ હતો તેની પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આગામી સમયમાં મોટો પર્દાફાશ પણ પોલીસ કરી શકે.