હાર્ટએટેકથી મરતા દર્દીઓને બચાવવા ગુજરાતમાં 65 હજારની સેના તૈયાર, BJPનું આ અભિયાન રંગ લાવશે!

સમગ્ર ગુજરાતમાં 38 જેટલી સિવિલ હોસ્પિટલમાં CPR અવેરનેસ ટ્રેનિંગ અભિયાન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી એક સાથે 65 હજાર થી પણ વધુ કાર્યકરો આ ટ્રેનીંગનો લાભ લીધો હતો.

હાર્ટએટેકથી મરતા દર્દીઓને બચાવવા ગુજરાતમાં 65 હજારની સેના તૈયાર, BJPનું આ અભિયાન રંગ લાવશે!

ઝી બ્યુરો/રાજકોટ: ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય વ્યાપી બે હાથ પ્રાણ રક્ષક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોમાં ખાસ કરીને યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવ સામે રક્ષણ માટે તાલીમ આપવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં 38 જેટલી સિવિલ હોસ્પિટલમાં CPR અવેરનેસ ટ્રેનિંગ અભિયાન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી એક સાથે 65 હજાર થી પણ વધુ કાર્યકરો આ ટ્રેનીંગનો લાભ લીધો હતો.

જે અનુસંધાને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા તાજેતરમાં લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે ખાસ કરીને યુવાનો હૃદય રોગના હુમલાનો ભોગ બની રહ્યા છે. ઘણી નાની ઉંમરમાં યુવાનો હૃદય રોગના હુમલાનો પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. જેમાં અનેક કારણો જવાબદાર છે. આ બધાની વચ્ચે ભાજપ દ્વારા બે હાથ પ્રાણ રક્ષક અભ્યાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે CPR (cardiopulmonary resuscitation) ટ્રેનિંગ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 

રાજકોટ AIIMS ના નિષ્ણાત ડોકટરો દ્વારા લોકોમાં ખાસ કરીને યુવાનોમાં વધતા હૃદય રોગના હુમલાના બનાવ ને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોંડલ, ઉપલેટા, જેતપુર, જામકંડોરણા, લોધિકા, કોટડાસાંગાણી, ધોરાજી સહિતના તાલુકા માંથી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. અને લોકોને આવતા હાર્ટ એટેક સમયે તત્કાલિક આસપાસના લોકોએ કઈ સારવાર આપવી તેને લઈને લાઈવ ડેમો પણ બતાવવામાં આવ્યો હતો. જેથી કરીને જે દર્દી છે તેનો જીવ બચાવી શકાય છે આ અંગે CPR આપવા માટેની તાલીમ આપવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, રાજકોટ જિલ્લા ભાજપ માહામંત્રી મનસુખભાઈ રામાણી, ડો. દીપકભાઈ પીપળીયા રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીનાબેન ભોજાણી, રાજકોટ જિલ્લાના પ્રભારી રક્ષાબેન બોરીયા, સીમાબેન જોશી, બિંદિયાબેન મકવાણા, રમાબેન મકવાણા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી સહિત બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news