ગૌરવ દવે/રાજકોટ: સમાજની સમસ્યાઓ ઉકેલવા પાટીદારોની પહેલીવાર ચિંતન શિબિર યોજાઈ છે. જેમાં પાટીદારોના દીકરા-દીકરીઓના સગપણ ન થતા હોવાનું ચિંતન કરાયું છે. રાજકોટમાં પાટીદાર સમાજે દીકરા- દીકરીના સગપણ માટે નડતી મુશ્કેલીઓ, છુટાછેડાનું વધતું પ્રમાણ, આર્થિક સદ્ધરતા છતાં આપઘાતના વધતા જતા બનાવો જેવી સમસ્યાઓના નિરાકરણ માટે હેમુ ગઢવી હોલમાં શનિવારે પાટીદાર સમાજે ચિંતન શિબિર યોજી હતી. દેશમાં આ પહેલો પ્રયોગ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર સમાજની સમસ્યાઓ ઉકેલવા પાટીદારોની ચિંતન શિબિરમાં અનેક યુવક-યુવતીઓ અને તેમના માતા-પિતા હાજર રહ્યા હતા. લગ્ન અંગેના વિવાદો ઉકેલવા 10 સમાજશાસ્ત્રીઓની ટીમ પણ બનાવવામાં આવી હતી. આ ચિંતન શિબિર બાદ જાણવા મળી રહ્યું છે કે સમાજમાં જૂના રિવાજોને સ્થાને આધુનિક વિચારસરણીને સ્થાન મળશે. 1500 થી વધુ લોકોને ચિંતન માટે પ્રશ્નોતરી પૂછવામાં આવી હતી. ત્યારબાદ ચિંતન શિબિરમાં સમાજના લોકોએ તારણો રજૂ કર્યા. 


આ શું? આંબા પરથી અધકચરી-નાની કેરીઓ પડવા લાગી! ગુજરાતમાં આજે કઈ કઈ જગ્યાએ વાતાવરણે બદલ્યો મિઝાજ?


ચિંતન શિબિરમાં દીકરા-દીકરીઓની અભ્યાસ વધતા ડિમાન્ડ વધી હોવાનું સામે આવ્યું છે. પાટીદાર યુવાનો-યુવતીઓ સુંદરતા વધુ પસંદ કરતાં હોવાનો ખુલાસો થયો છે. જેમાં 465 સગાઈ ઓનલાઇન થઈ હોવાનું ખૂલ્યું છે. આના ઉપરથી કહી શકાય કે પાટીદાર સમાજના દીકરા-દીકરીઓની પસંદગી બદલાઈ છે. આ સિવાય શિક્ષણ, દેખાવ, ઊંચાઈ બાબતે કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. બીજી બાજુ જમીન, ઉદ્યોગ, નોકરીની માંગ પણ વધી છે. સંયુક્ત પરિવારમાં દીકરીઓ પસંદ કરતી નથી. એકલા અને શહેરમાં રહેતા યુવાનો કે યુવતીઓ પર વધુ પસંદગી થતી હોવાનું સામે આવ્યું છે. 


સરખેજ સ્થિત ભારતી આશ્રમનો વિવાદ: ધરપકડથી બચવા ઋષિ ભારતીજી કોર્ટના શરણે, જાણો શું છે સમગ્ર વિવાદ?


આ સિવાય શિબિરમાં શનિવારે પસંદગી મેળો યોજવામાં આવ્યો હતો. જો કે 5 હજાર યુવકોની સામે માત્ર 500 યુવતીઓના બાયોડેટા આવ્યા હતા. લગ્ન માટે કુંડળી-ગ્રહો મેળવવાની પરંપરાને તિલાંજલિ આપવા માટે શિક્ષણ અને વ્યસનમુક્તિ જેવા ગુણોને મેળવવાની હાકલ પણ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube