આ શું? આંબા પરથી અધકચરી-નાની કેરીઓ પડવા લાગી! ગુજરાતમાં આજે કઈ કઈ જગ્યાએ વાતાવરણે બદલ્યો મિઝાજ?

સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ અને વાદળો સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે પવન ફૂંકાતા કેરી ઉત્પાદન કરતા ખેડૂતોને નુકસાન થયુ છે. આંબા પરથી કેરીઓ અધકચરી અને નાની નીચે પડવા લાગી છે.

આ શું? આંબા પરથી અધકચરી-નાની કેરીઓ પડવા લાગી! ગુજરાતમાં આજે કઈ કઈ જગ્યાએ વાતાવરણે બદલ્યો મિઝાજ?

ઝી ન્યૂઝ/અમદાવાદ: જિલ્લામાં કેસર કરી નું ઉત્પાદન કરતા ખેડૂતોને માઠી અસર જોવા મળે છે. એક તરફ વાતાવરણ અને વરસાદીની પડવાની સંભાવનાથી કેસર કેરીનું ઊત્પાદન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ગીરની કેસર કેરીને આ વર્ષે વાતાવરણ અનુકૂળ નહી હોવાથી 50 % ઊત્પાદન ઓછું જૉવા મળી રહ્યું છે, ત્યારે વંથલી તાલુકામાં કેરીનો પાક સદંતર નિષ્ફળ જૉવા મળી રહયો છે. એક આંબામાં 10 થી 15 મણ કેરીનો ઉતારો આવતો હોય છે ત્યારે આ વખતે 5 કીલો કેરી પણ આંબા ઊપર જૉવા મળતી નથી. ત્યારે સરકાર કંઈક સહાય કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન ફૂકતા બચી ગયેલ કેરી પણ ખરી પડી છે અને જૉ વરસાદ પડે તો ખેડૂતોની વધુ માઠી અસર થશે. આજે આંબામાં દવાનો છંટકાવ અને મજુરીનો લાખો રૂપિયાનો ખર્ચ કરતા તે પણ ખર્ચ નીકળી શકે તેમ નથી. સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ અને વાદળો સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે પવન ફૂંકાતા કેરી ઉત્પાદન કરતા ખેડૂતોને નુકસાન થયુ છે. આંબા પરથી કેરીઓ અધકચરી અને નાની નીચે પડવા લાગી છે.

જૂનાગઢ જિલ્લામાં ગઇકાલથી વરસાદી માહોલની સ્થિતી સર્જાતા આજે માર્કેટીંગ યાર્ડમાં પણ 30 હજાર બોક્ષની આવક જૉવા મળી હતી. ખેડૂતોએ વરસાદની આગાહીના પગલે પુષ્કળ પ્રમાણમાં કેરીને ઉતારો કરી યાર્ડમાં પહોંચી ગયા હતા અને 500 થી 1000 ના ભાવે 10 કીલો કેસર કેરીની હરરાજી જૉવા મળી હતી.

ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ ગઈ છે. આકાશ વાદળોથી ઘેરાઈ ગયુ છે. જે વાતાવરણના પ્રિમોન્સૂન એક્ટિવિટીના સંકેત છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને હિંમતનગરમાં આકાશ વાદળોથી છવાયું છે. ગત રાત્રિથી ભારે પવન ફૂંકાયો છે, જે વહેલી સવારે પણ યથાવત જોવા મળ્યા. ગરમી વચ્ચે પવનથી ઠંડક પ્રસરી ગઈ છે.

ભાવનગરમાં પલટો
ભાવનગર જિલ્લાના વાતાવરણમાં આજ સવારથી એકાએક પલટો આવ્યો છે. જિલ્લામાં હળવા પવન સાથે વાદળછાયું વાતાવરણ બંધાયું છે. ગઈકાલથી જ હવામાનમાં ફેરફાર દેખાયો હતો. આકાશમાં વાદળો ઘેરાતા ચોમાસાના એંધાણ દેખાઈ રહ્યા છે. લોકોને અસહ્ય ગરમીમાં આંશિક રાહત મળી રહી છે.

બનાસકાંઠાના વાતાવરણમાં પલ્ટો
જિલ્લામાં બીજા દિવસે પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સરહદીય વાવ, થરાદ, સુઇગામ, ભાભર ધાનેરા, ડીસા, પાલનપુર સહિતના વિસ્તારોમાં ઠંડા પવન સાથે વાદળછાયું વાતવરણ સર્જાયું છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળથી આકાશ ઘેરાયું છે. વાતાવરણમાં પલટો આવતાં ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. બાજરી, એરંડા, જુવાર સહિતના પાકોને નુક્સાનીની ભીતિ સેવાઈ રહી છે.

જુનાગઢમાં વાદળછાયું વાતાવરણ
જુનાગઢ જીલ્લાના વાતાવરણમા આજે પલટો જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે ગઈકાલથી વાદળછાયું વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ગતી પણ તેજ બની ગઈ છે. વાદળછાંયા વાતાવરણથી લોકોને ગરમીથી આશિંક રાહત મળી છે.

પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો
પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ વચ્ચે ગઈકાલથી જ સમગ્ર જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ચોમાસાની શરૂઆતના એંધાણ આપતું વાતાવરણ હાલ રાજ્યમાં જોવા મળી રહ્યું છે. અસહ્ય ગરમીમાં વાદળછાયા વાતાવરણના કારણે લોકોને આંશિક રાહત મળી છે. ભારે પવનના કારણે રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન થયા છે.

પાટણમાં ઠંડા પવનો ફૂંકાયા
પાટણ જિલ્લામાં સવારથી વાતાવરણનો મિઝાજ બદલાયો છે. સતત ત્રીજા દિવસે પણ સમગ્ર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં સવારથી ભારે પવન સાથે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. પાટણ જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. સાથે ભારે પવનને લઈ ઘૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓને હાલાકી પડી રહી છે. વાતાવરણમાં પલટાને લઇ ઠંડક પ્રસરી ગઈ છે. કાળઝાળ ગરમીમાં ઠંડા પવન ફૂંકાતા લોકોને રાહત મળી છે.

સાબરકાંઠામાં પ્રી-મોનસૂન એક્ટિવીટી
જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળતા પ્રી-મોનસૂન એક્ટિવીટી શરૂ થઈ ગઈ હોય તેવા વાવાડ છે. હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી છવાયું છે. ગરમી વચ્ચે પવનથી ઠંડક પ્રસરી ગઈ છે. સતત બીજા દિવસે આકાશ વરસાદી વાદળોથી ઘેરાયું છે. દિવસે ગરમી અને વહેલી સવારે પવન અને વાદળો જોવા મળ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news