સુરેન્દ્રનગરઃ Chotila Gujarat Chunav Result 2022: ચોટીલા બેઠક પર ભાજપના શામજીભાઈ ચૌહાણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ કપરાડાને 25642 મતથી હરાવી દીધા. રાજ્યમાં સૌથી વધુ પેટા ચૂંટણી થઇ હોય તો તે છે ચોટીલા બેઠક, ચોટીલા વિધાનસભા બેઠક પર અત્યાર સુધીમાં 16 વખત ચૂંટણીઓ થઈ ચૂકી છે. આ બેઠક પર વર્ષ 1952, 2000, 2009 અને 2010માં પેટા ચૂંટણી યોજાઇ હતી. ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટિલા પર હાલ કોંગ્રેસનો કબજો છે. પણ અહીં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022ની ચૂંટણી
આ વખતે ભાજપે શ્યામજી ચૌહાણ અને કોંગ્રેસે ધારાસભ્ય રૂત્વીક મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે. અને આપે અહીથી રાજુ કપરાડાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. 


2017ની ચૂંટણી
ગત 2017 વિધાનસભા ચૂંટણીમાં ઋત્વિક મકવાણા સામે ભાજપના ઝીણાભાઈને ટિકિટ આપી હતી. જેમાં ઋત્વિક મકવાણાને 79,960 વોટ મળ્યા હતા જ્યારે ઝીણાભાઈને 56073 મત મળ્યા હતા. 


2012ની ચૂંટણી
2012માં આ બેઠક ભાજપ પાસે હતી. ત્યારે શામજીભાઈ ચૌહાણ ભાજપના ધારાસભ્ય હતા. તે સમયે દેવજી ફતેપુરા કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. તેમનો 12,000 થી વધુ મતથી પરાજય થયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube