રવિ અગ્રવાલ/વડોદરા : દેશના પૂર્વ નાણા અને વિદેશમંત્રી યશવંત સિંહા ગાંધી શાંતિ યાત્રા લઈને વડોદરા પહોંચ્યા. વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ તેમનું સ્વાગત કર્યું. વાઘોડિયા રોડના એક ખાનગી પાર્ટી હોલમાં યશવંત સિંહાએ લોકોને સંબોધન કર્યું. સાથે જ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદોએ બંધારણની વિરુદ્ધ છે. સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આવનાર સંસદ સત્રમાં નાગરીકતા કાયદો રદ કરવામાં આવે અને દેશમાં એન આર સી લાગુ ન થાય તેવું જાહેર કરવામાં આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉતરાયણને પગલે બોર, શેરડી અને જામફળની મબલખ આવક

શાંતિ પૂર્વક આંદોલન કરી રહેલા લોકો પર અત્યાચાર કરવાને લઈને સરકાર પર પ્રહારો કર્યા અને જેએનયુમાં બનેલી ઘટનાની નિંદા કરતાં કહ્યું કે સરકારમાં બેઠેલા લોકોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો છે. જે મામલામાં ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઇએ. પ્રધાનમંત્રી અને ભાજપ દ્વારા દિલ્હી યુનિવર્સિટીઓમાં ભણી રહેલા લેફ્ટના વિદ્યાર્થીઓને અર્બન નક્સલી કહ્યા છે, ત્યારે યશવંત સિંહા એ ભાજપને પડકાર ફેંક્યો છે કે હિંમત હોય તો આવા અર્બન નક્સલીઓ સામે કાર્યવાહી કરો. સરકાર માત્ર રાજનૈતિક આરોપો લગાવી રહી છે અને સરકારનો અર્બન નક્સલી શબ્દ એક ઝૂમલો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube