ઉતરાયણને પગલે બોર, શેરડી અને જામફળની મબલખ આવક

મકરસંક્રાંતિ મહાપર્વને લઈને અમદાવાદનાં ફ્રુટ બજારોમાં બોર, શેરડી અને જામફળની મબલખ આવક જોવા મળી હતી. બજારોમાં વલસાડ, ભાવનગરનાં બોર, પુણાનાં જામફળ અને અન્ય રાજ્યમાંથી આવેલી શેરડીનો પણ ધૂમ વેચાણ જોવા મળ્યું હતું. માન્યતા છે કે, મકરસંક્રાંતિ મહાપર્વ પર બોર, શેરડી અને જામફળ ખાવાની સાથે દાન કરવાનો પણ મહત્વ છે. જેના લીધે બજારોમાં ધૂમ વેચાણ શરુ થઈ ગયું છે. વેપારીઓનું માનવું છે કે, બોર, શેરડી અને જામફળની મબલખ આવક થતા ચાલુ વર્ષે  ગત વર્ષ કરતા બોર, શેરડી અને જામફળ સસ્તા મળી રહ્યા છે.

Updated By: Jan 13, 2020, 07:13 PM IST
ઉતરાયણને પગલે બોર, શેરડી અને જામફળની મબલખ આવક

અમદાવાદ : મકરસંક્રાંતિ મહાપર્વને લઈને અમદાવાદનાં ફ્રુટ બજારોમાં બોર, શેરડી અને જામફળની મબલખ આવક જોવા મળી હતી. બજારોમાં વલસાડ, ભાવનગરનાં બોર, પુણાનાં જામફળ અને અન્ય રાજ્યમાંથી આવેલી શેરડીનો પણ ધૂમ વેચાણ જોવા મળ્યું હતું. માન્યતા છે કે, મકરસંક્રાંતિ મહાપર્વ પર બોર, શેરડી અને જામફળ ખાવાની સાથે દાન કરવાનો પણ મહત્વ છે. જેના લીધે બજારોમાં ધૂમ વેચાણ શરુ થઈ ગયું છે. વેપારીઓનું માનવું છે કે, બોર, શેરડી અને જામફળની મબલખ આવક થતા ચાલુ વર્ષે  ગત વર્ષ કરતા બોર, શેરડી અને જામફળ સસ્તા મળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube