Vadodara માં સીટી બસ બની બેફામ, એક વૃદ્ધને અડફેટે લેતા મોત
વડોદરાના ન્યાયમંદિર વિસ્તારમાં એક વૃદ્ધ ચાલીને જઈ રહ્યાં હતા ત્યારે સીટી બસે તેમને અડફેડે લેતા ઘટનાસ્થળ પર મોત થયું છે.
વડોદરાઃ વડોદરા શહેરમાં બેફામ ચાલી રહેલી સીટી બસે આજે એક વૃદ્ધનો ભોગ લીધો છે. શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં સીટી બસ ચાલકે એક રાહદારીને અડફેટે લેતા તેમનું મોત થયું છે. આ અકસ્માત બાદ ચાલક બસ છોડીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે અહીં લોકોના ટોળે-ટોળા ભેગા થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરાના ન્યાયમંદિર વિસ્તારમાં એક વૃદ્ધ ચાલીને જઈ રહ્યાં હતા ત્યારે સીટી બસે તેમને અડફેડે લેતા ઘટનાસ્થળ પર મોત થયું છે. અકસ્માત બાદ બસ ચાલક સ્થળપરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ તો અકસ્માતનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube